તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ટાંકાની સફાઇ માટે આજે 5 વોર્ડમાં પાણી વિતરણ બંધ, વોર્ડ નં.1, 2, 3, 9, 10માં પાણી નહીં મળે

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળાના 42 ડિગ્રી તાપમાનમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ન્યારી કનેક્શન હેઠળના પાંચ વોર્ડમાં પાણીના ટાંકાની સફાઇ કરવા માટે પાણી વિતરણ બંધ રહેશે. 15 મેના રાજકોટમાં વોર્ડ નં.1,2,3 અને 9 (પાર્ટ) પથા 10 પાર્ટ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. વોર્ડ નં.1ના ગાંધીગ્રામ, મોચીનગર, શાસ્ત્રીનગર, અક્ષરનગર, હરિઓમ, શ્યામનગર, આરતીનગર, શક્તિનગર, રામાપીર ચોક, ગૌતમનગર, લાભદીપ, શ્રદ્ધા સોસાયટી, સત્યનારાયણ પાર્ક, જીવંતિકાનગર, ધરમનગર, મણિનગર, રૈયાધાર સહિતના વિસ્તારો, વોર્ડ નં.2ના 150 ફૂટ રિંગ રોડ, શીતલપાર્ક, ગાયત્રીધામ, મોચીનગર, રાજીવનગર, બજરંગવાડી, વાંકાનેર સોસાયટી, રેસકોર્સ પાર્ક, જસાણીપાર્ક, સહિતનો વિસ્તાર, વોર્ડ નં.3 વાલ્મીકિ વાડી, તોપખાના, રેફ્યૂજી, શાસ્ત્રીનગર, કૈલાસવાડી, લોહાણાપરા, પરાબજાર, દાણાપીઠ જૂની કલેક્ટર કચેરી રોડ, રઘુનંદન પાર્ક સહિતના વિસ્તાર તેમજ વોર્ડ નં.9ના અડધા વિસ્તાર, ચંદનપાર્ક, કીડવાઇનગર, મધુવન, પરિમલ, ઋષિકેશ, આકાશવાણી ક્વાર્ટર, સાધુવાસવાણી રોડ, સેટેલાઇટ પાર્ક, ડોક્યર સોસાયટી, ગુલમહોર સહિતનો વિસ્તાર, વોર્ડ નં.10ના પ્રકાશ સોસાયટી, પંચાયતનગર, પુષ્કરધામ, વિમલનગર, રૂડાનગર, વામ્બે આવાસ યોજના સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો