પાણીની પળોજણ:રાજકોટમાં જેટકોનું શટડાઉન હોવાથી રેલનગર, લક્ષ્મીનગર, સોરઠિયાવાડી, ગુંદાવાડી સહિત 100 વિસ્તારોમાં પાણીકાપ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ડેમોમાં પાણી છે પણ ટેકનિકલ કારણોથી પાણીકાપ રાખવામાં આવે છે

રાજકોટમાં ગત ચોમાસામાં સારા વરસાદને કારણે શહેરના તમામ જળાશયો છલોછલ થઇ ગયા હતા. પરંતુ ટેકનિકલ ખામીને કારણે શહેરીજનોને અવારનવાર પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે. આજે જેટકોનું શટડાઉન હોવાને કારણે શહેરના રેલનગર, લક્ષ્મીનગર, સોરઠિયાવાડી, ગુંદાવાડી સહિત 100 જેટલા વિસ્તોરામાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. છતે પાણીએ લોકોને પાણીની પળોજણ વેઠવાનો વારો આવ્યો છે.

શહેરના 6 વોર્ડમાં પાણીકાપ
જેટકોનું શટડાઉન હોવાને કારણે શહેરના વોર્ડ નં. 3, 7, 8, 11, 13 અને 14માં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં રેલનગર, લક્ષ્મીનગર, સોરઠીયાવાડી, ગુંદાવાડી, મવડી પ્લોટ, કરણપરા, ચંદ્રેશનગર સહિતના 100 જેટલા વિસ્તારોનો સમાવેશ થાય છે. ડેમોમાં પાણી છે પણ ટેકનિકલ કારણોને લીધે આ વિસ્તારોમાં પાણીકાપ રાખવામાં આવ્યો છે.

બે દિવસ પહેલા પાણીકાપ ઝીંકાયો હતો
બે દિવસ પહેલા રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલ ભાદર યોજનાની 900 એમ. એમ.ની મેઇન લાઇનની લીકેજની કામગીરી હોવાથી ગત સોમવારે ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રખાઇ હતી. જેમાં શહેરના ઢેબર રોડ વિસ્તારમાં આવતા વોર્ડ નં.7, 14 અને 17માં પાણીકાપ ઝીંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...