AAPના બે કોર્પોરેટરને ગેરલાયક ઠેરવ્યા:કોંગ્રેસમાંથી ચૂંટાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વશરામ સાગઠિયા અને કોમલ બારાઈ ડિસક્વોલિફાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
7 મહિના પહેલા બન્ને કોર્પોરેટર કોંગ્રેસમાંથી આપમાં જોડાયા હતા. - Divya Bhaskar
7 મહિના પહેલા બન્ને કોર્પોરેટર કોંગ્રેસમાંથી આપમાં જોડાયા હતા.

રાજકોટમાં વોર્ડ નં.15માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ બારાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આથી બન્ને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે કામગીરી કરી રહ્યા હતા. જો કે, મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી આ અંગે અરજી કરતા આજે બન્નેને શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

જોગવાઈ કરતા અધિનિયમ મુજબ ગેરલાયક ઠેરવાયા
ગેરલાયક ઠરાવવાની જોગવાઈ કરતો અધિનિયમ 1986 અને તે હેઠળ બનાવવામાં આવેલ નિયમો 1987ના નિયમ (8)ની જોગવાઈ હેઠળ વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈએ રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીના પ્તિક ઉપર ચૂંટયા હતા. બન્ને કોંગ્રેસ પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આથી તેઓએ પોતાનો મૂળ પક્ષ સ્વૈચ્છાએ છોડી દીધો હતો. આથી બન્નેને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

હું જોગવાઈને હાઈકોર્ટમાં પડકારીશઃ સાગઠિયા
આ અંગે વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં 4 કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયા પછી બે કોર્પોરેટર પર પક્ષાંતર ધારો લાગુ કરવાની વાત જે કરે છે ભાજપ અને કોંગ્રેસના લોકો. એને મારે કહેવું છે કે, એક તૃતિયાંશ બહુમતિ હોય તો પક્ષાંતર ધારો લાગુ પડતો નથી. પરંતુ તમારી અને ભાજપ બન્નેની પક્ષની મિલિભગતથી ક્યાક કોઈ અધિકારી પાસે ખોટુ કર્યું હોય અને હુકમ કર્યો હોય તો એનો મને વાંધો નથી. આની ઉપર પણ બંધારણીય અધિકાર આપ્યા છે મારા બંધારણની જોગવાઈ મુજબ તેને હું હાઈકોર્ટમાં પડકારીશ. ખુલ્લી ચેલેન્જ કરું છું કે એ એમનો નિર્ણય ખોટો છે.

વશરામ સાગઠિયાએ કહ્યું જોગવાઈને હાઇકોર્ટમાં પડકારીશું.
વશરામ સાગઠિયાએ કહ્યું જોગવાઈને હાઇકોર્ટમાં પડકારીશું.

7 મહિના પહેલા બન્ને કોર્પોરેટર આપમાં જોડાયા હતા
રાજકોટના મહાનગરપાલિકાના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન બારાઈ 7 મહિના પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ મનપામાં કોર્પોરેટરોની કુલ 72 બેઠક છે. જેમાં 68 બેઠક પર ભાજપ છે. બાકીની 4 બેઠક પર કોંગ્રેસ હતું. જ્યારે આમ આદમી પાર્ટીની એક પણ વોર્ડમાં જીત થઈ નહોતી. પરંતુ કોંગ્રેસની કુલ 4 બેઠકમાંથી 2 કોર્પોરેટરોએ પક્ષપલ્ટો કરતા કોંગ્રેસ તરફથી વિપક્ષના પદ પર બેસી આ બે કોર્પોરેટરે આપનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

કયા મુદ્દાને આધારે અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ પક્ષમાંથી ભાગલા પડી 1/3 ગ્રુપ અલગ પડેલ ન હોય અને સામાવાળા એટલે કે વશરામ સાગઠીયા અને કોમલબેન બારાઇએ માત્ર પોતાના બચાવમાં મૂળ રાજકીય પક્ષમાં ભંગાણ થયેલ હોવાનુ અને 1/3 સભ્યો અલગ થયેલ હોવાનો બચાવ લીધો છે. પરંતુ તે પૂરાવા આધારે પૂરવાર કરેલ ન હોય તેવા સંજોગોમાં પક્ષાંતર ધારાની કલમ 3(1)(ક) મુજબ સામાવાળા એટલે કે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇનાએ પોતાનો મૂળ રાજકીય પક્ષનું સભ્યપદ આમ આદમી પાર્ટીમાં જોડાઈને સ્વેચ્છાએ છોડી દીધેલ હોય તેમ સ્પષ્ટપણે ફલિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...