ખોડલધામમાં ચમત્કારિક નજારો:પહેલા નોરતે મા ખોડલના આંગણે વીજળી ગરબા રમતી જોવા મળી, 8 સેકન્ડમાં મંદિર નજીક 10 ગગનભેદી કડાકા થયા, LIVE દૃશ્યો

રાજકોટ16 દિવસ પહેલા
  • લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થતાં લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા

ગઈકાલથી નવલા નોરતાંનો પ્રારંભ થઈ ગયો છે. પહેલા નોરતે જ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે સાંજના સમયે વરસાદ ખાબકતાં ખેલૈયાની મજા બગડી હતી. ત્યારે લેઉવા પટેલના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિર આસપાસ વીજળી ખોડિયાર માતાજીના ગરબા રમતી હોય એવો અદભુત નજારો જોવા મળ્યો હતો. માત્ર 8 સેકન્ડમાં મંદિર નજીક 10 ગગનભેદી કડાકા થયા હતા, જેનાં લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થતાં લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મંદિરની બાજુમાં વીજળીનો કડાકો થયો.
મંદિરની બાજુમાં વીજળીનો કડાકો થયો.

વીજળીના કડાકાથી મંદિરને કુદરતી રોશનીનો શણગાર
પહેલા નોરતે માતાનાં ચરણોમાં વીજળી સ્પર્શ કરતી હોય એવો નજારો જોવા મળ્યો હતો. આ ચમત્કારિક દૃશ્યો કેમેરામાં કેદ થતાં લોકો પણ મોઢામાં આંગળી નાખી ગયા હતા અને ચર્ચા કરવા લાગ્યા હતા કે માતાના આંગણે વીજળી ગરબે રમવા આવી છે. પ્રચંડ કડાકા સાથે મંદિરની ફરતે કુદરતી રોશનીએ ચાર ચાંદ લગાવી દીધા હતા. આવાં દૃશ્યો જવલ્લે જ જોવા મળતાં હોય છે, પરંતુ ખોડલધામમાં આ પહેલી વખત આવો નજારો જોવા મળ્યો હતો.

મંદિરની બાજુમાં એક જ જગ્યા પર 8 સેકન્ડમાં 10 વાર વીજળીના કડાકા થયા.
મંદિરની બાજુમાં એક જ જગ્યા પર 8 સેકન્ડમાં 10 વાર વીજળીના કડાકા થયા.

વરસાદી માહોલ સાથે અદભુત નજારો
ખોડલધામમાં માતાજીના પ્રથમ નોરતાની રાતે જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. મા ખોડલના આંગણે વીજળી જાણે ગરબે ઘૂમવા આવી હોય એમ એના કડાકા સાથે અનેરો નજારો જોવા મળ્યો હતો.

વીજળીના કડાકામાં મંદિર પરિસરમાં દિવસ જેવો માહોલ જોવા મળ્યો.
વીજળીના કડાકામાં મંદિર પરિસરમાં દિવસ જેવો માહોલ જોવા મળ્યો.

વીરપુરમાં વરસાદથી ગરબા બંધ રહ્યા
જગત જનની મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિના પહેલા નોરતે નાના-મોટા સૌકોઈ ભક્તો માતાજીની ભક્તિમાં લીન થાય છે. નવરાત્રિમાં સરકારની શેરી ગરબાની મંજૂરીને લઈને ખેલૈયાઓમાં પણ ગરબા ઘૂમવા થનગનાટ જોવા મળ્યો હતો, પરંતુ યાત્રાધામ વીરપુરમાં સવારથી જ ભારે ગરમી અને ઉકળાટ બાદ રાતે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમને લઈને નવલા નોરતાંની પ્રથમ રાતે જ વરસાદ વરસી પડતાં શેરી ગરબીઓ અને ગરબાઓના આયોજકોએ ગરબા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

ખોડલધામમાં વીજળીથી અદભુત નજારો જોવા મળ્યો.
ખોડલધામમાં વીજળીથી અદભુત નજારો જોવા મળ્યો.

(દીપક મોરબીયા- વીરપુર)