તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Ward No. Water Will Not Be Distributed On Thursday At 8, 11, 13, Manpani Water Cut Announced To Clean Tanks At Chandreshnagar Pumping Station

જાહેરાત:વોર્ડ નં. 8,11, 13માં ગુરુવારે પાણી વિતરણ નહીં થાય, ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન પર ટાંકાની સફાઇ કરવા મનપાની પાણીકાપની જાહેરાત

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગે ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન ખાતે પાણીના ટાંકાની સફાઇ કરવા માટે ત્રણ વોર્ડના પાર્ટ વિસ્તારમાં ગુરુવારે પાણીકાપની જાહેરાત કરી છે. વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ), અને વોર્ડ નં.13 (પાર્ટ) વિસ્તારોમાં અમીનમાર્ગ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

રાજકોટ મનપાની વોટરવર્કસ શાખા હસ્તકના ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન ખાતે પાણીના ટાંકાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આવતીકાલે તા.26-11ને ગુરુવારના રોજ અમીનમાર્ગ અને કાલાવડ રોડ સહિત વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ) સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાએ અચાનક ચંદ્રેશનગર પાણીના ટાંકાની સફાઇ કામગીરી શરૂ કરતા ત્રણ વોર્ડમાં પાણી વિતરણ નહીં થાય. સામાન્ય રીતે પાણીના ટાંકાની સફાઇ કામગીરી કરવા માટે મનપા ત્રણથી ચાર દિવસ પહેલા જાહેરાત કરે છે,

પરંતુ પાણી ડહોળુ આવતું હોવાની ફરિયાદના પગલે તાત્કાલિક સફાઇ કરવાનું મનપાએ જાહેર કર્યું છે.મહાનગરપાલિકાએ અગાઉ ચંદ્રેશનગરના પાણીના ટાંકાની સફાઈ કામગીરી શરૂ કરી હતી. ત્યારે એક વ્યક્તિનું સફાઈ દરમિયાન ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં વીજશોકથી મોત થયું હતું. તેથી હવે ટાંકામાંથી પાણી નિકાલ બાદ જ માણસો સફાઈ માટે અંદર જશે.

અન્ય સમાચારો પણ છે...