તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાબદાર કોણ:રાજકોટમાં RT-PCR રિપોર્ટ માટે 48 કલાકનું વેઇટિંગ, આ સમયમાં પોઝિટિવ દર્દી જીવતા બોમ્બની જેમ ફરે છે

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટમાં ટેસ્ટિંગ બુથ પર વેઇટિંગ જોવા મળે છે.
  • શહેરની 8થી વધુ લેબોરેટરી હાલ કોરોના રિપોર્ટ માટે 48થી 72 કલાકનું વેઇટિંગ
  • શહેરમા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને એક હજાર ઉપર પહોંચી ગઇ

રાજકોટ મહાનગરમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર બનતી જાય છે. ત્યારે RT-PCR ટેસ્ટમાં વધી રહેલા વેઇટિંગ અને રિપોર્ટ મળવામાં 48 કલાકના લાગતા સમયના કારણે પણ સંક્રમણ અનેક વિસ્તારોમાં વધી રહ્યાંની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અગાઉ 15થી 24 કલાકમાં જે રીપોર્ટ મળતો હતો તે હવે 48 કલાકે માંડ આવતો હોય ત્યાં સુધી શંકાસ્પદ દર્દી ઘરે અને કામ ધંધે જતો રહે છે. આ શંકાસ્પદ વ્યક્તિ પોઝિટિવ આવે છે ત્યારે રિપોર્ટ આવવાના સમય દરમિયાન જીવતા બોમ્બની જેમ ફરે છે અને ત્યાં સુધીમાં તેના સંપર્કમાં અનેક લોકો આવી ચૂક્યા હોય છે. જે કોરોના સંક્રમણ વધારી શકે છે. આના માટે જવાબદાર કોણ તેવો એક સવાલ પણ ઉઠ્યો છે.

સોમવારે 5587 એન્ટીજન સહિત 6368 કુલ રિપોર્ટ થયા
આરોગ્ય વિભાગમાંથી મળતી વિગત મુજબ રાજકોટમાં સરેરાશ રોજના સાડા પાંચથી છ હજાર એન્ટીજન ટેસ્ટ અને 700થી 800 RT-PCR ટેસ્ટ થાય છે. ગઇકાલે 5587 એન્ટીજન સહિત 6368 કુલ રિપોર્ટ થયા હતા. મહાનગરમાં નવા રાઉન્ડમાં સંક્રમણ એટલી હદે વધ્યું છે કે તકેદારી માટે ટેસ્ટિંગ કરાવવા સરકાર અને જિલ્લા તથા મહાપાલિકા તંત્ર સતત લોકોને અપીલ કરે છે. પરંતુ ભય વચ્ચે લોકોમાં જે પ્રકારે જાગૃતિ આવી તેનાથી હવે તંત્રના પગે જ પરસેવો પડી રહ્યો છે.

ટેસ્ટિંગ બૂથ પર લોકોની લાંબી લાઇન લાગે છે
કેકેવી ચોક અને રૈયા ચોકડીના બુથ પર ટેસ્ટિંગ માટે જે લાંબી લાઇનના દ્રશ્યો જોવા મળે છે તે જોતા પસાર થતા લોકો પણ ભયભીત થાય છે. પખવાડીયામાં આવેલા કેસના કારણે લગભગ દરેક વિસ્તારમાં સંક્રમણ ફેલાયું હોય માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને એક હજાર ઉપર પહોંચી ગઇ છે. ગઇકાલે રૈયા ચોકડી અને કેકેવી ચોકના ટેસ્ટિંગ બુથ પર અનુક્રમે 253 અને 270 મળી કુલ 523 નાગરિકે એન્ટીજન ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી કેકેવી ચોકમાં 76 અને રૈયા ચોકડીએ 63 મળી કુલ 139 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એટલે કે 25 ટકા રેશિયો પોઝિટિવ નીકળ્યો છે.

ટેસ્ટિંગ બુથ પર લોકોની લાઇન લાગે છે.
ટેસ્ટિંગ બુથ પર લોકોની લાઇન લાગે છે.

RT-PCRના 3 હજારથી વધુ રિપોર્ટ પેન્‍ડિંગ
રાજકોટમાં કોરોનાની બીજી લહેર ખૂબ તિવ્ર બની છે. અનેક સ્‍થળોએ ટેસ્‍ટિંગ બુથ ઉભા કરાયા છે ત્‍યારે RT-PCR ટેસ્‍ટના મશીનો હાંફી ગયા છે. છેલ્લા 20 દિવસથી દિવસ-રાત ચાલતા RT-PCRના મશીનો દર્દીઓની સંખ્‍યા વધતા પહોંચી શકતા નથી. આજે RT-PCRના 3 હજારથી વધુ રિપોર્ટ પેન્‍ડિંગ છે.

RT-PCRના 3 હજારથી વધુ રિપોર્ટ પેન્‍ડિંગ.
RT-PCRના 3 હજારથી વધુ રિપોર્ટ પેન્‍ડિંગ.

લેબોરેટરીમાં હાલ રિપોર્ટ માટે 48થી 72 કલાકનું વેઇટિંગ
રાજકોટની ભટ્ટ લેબોરેટરી, સંજીવની મેટ્રો પોલીમ, મંગલમ, સિવિલ હોસ્‍પિટલ, ગ્રીન સહિત 8થી વધુ લેબોરેટરીમાં હાલ કોરોના માટેના 48થી 72 કલાકનું વેઇટિંગ ચાલુ છે. કોરોનાની ગંભીર અને ચિંતાજનક સ્‍થિતિ બની રહી છે. 48થી 72 કલાકનું વેઇટિંગ હોવાથી ટેસ્‍ટ કરનાર દર્દી અનેક લોકોના સંપર્કમાં આવી જતા હોય અનેકને સંક્રમિત કરતા હોવાની સ્‍થિતિ અગાઉના સ્‍ટ્રેઇન કરતા હાલનો સ્‍ટ્રેઇન ખૂબ ઝડપથી ફેલાતો હોવાની શક્‍યતા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો