રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં રહેતા લલિત ધનબહાદુર સોની (ઉં.વ.32)એ આજે બપોરના સમયે રેસકોર્સ રિંગરોડના પાંચમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. એપાર્ટમેન્ટની નીચે પાર્કિંગ સ્થળે અવાજ આવતા જ લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ જોયું તો લલિતનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. ત્યારબાદ કોઈએ પોલીસમાં જાણ કરતા એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પત્ની દિલ્હી રહે છે
108ના ઇએમટીએ યુવકને મૃત જાહેર કર્યો હતો તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લલિત બે ભાઈ એક બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે, તેમની પત્ની દિલ્હી રહે છે. લલિત મોરબીથી 13 દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો અને બે દિવસ પહેલા જ પટેલ આઈસ્ક્રિમમાં વેઈટરની નોકરીએ લાગ્યો હતો. તે પટેલ આઈસ્ક્રિમના સ્ટાફ રૂમમાં રહેતો હતો. તેમણે ક્યા કારણોસર પગલું ભરી લીધું તે અંગે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
શાપર-વેરાવળના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ
રાજકોટના સાઈબાબા સર્કલ પાસે રોલેક્સ રોડ પર રહેતા દિનેશભાઇ કડવાભાઇ ટીલાળાએ પોતાની ફરિયાદમાં શાપર વેરાવળના જયદીપસિંહ ઝાલા નામના વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2016માં શાપર-વેરાવળમાં કારખાનું ભાડેથી ચલાવતો હતો અને ત્યારે મને હાર્ટએટેકની અસર થઇ ગઈ હતી. મારી તબિયત સારી થઈ જતા હું કારખાને જવા લાગ્યો હતો. આ વખતે મારે પૈસાની જરૂરિયાત હોય જેથી જયદિપસિંહ ઝાલા કે જેઓ વ્યાજે પૈસા આપે છે. જેથી હું તેમને મારી દુકાન પાસે એક પાન માવાની દુકાન હતી ત્યાં તેમની બેઠક હોય જેથી જયદિપસિંહને મળી રૂપિયા એક લાખની જરૂરિયાત હોવાની વાત કરી હતી.
ઇ-સિગારેટ વેચતા બે શખસ ઝડપાયા
રાજકોટ એસઓજી ટીમે ગેરકાયદેસર વિદેશી બ્રાન્ડની ઇ-સિગારેટનું વેચાણ કરતા મોરબી રોડ સુંદરમ સિટીમાં રહેતા દુષ્યંત હરેશભાઇ પંડ્યા અને જંક્શન પ્લોટમાં ત્રિશૂલ એપાર્ટમેન્ટમાં
રહેતા યુનુસભાઇ અબ્દુલભાઇ ગોરીને જામનગર રોડ તોપખાના કંકેશ્વર મહાદેવ મંદિરની સામે સ્ટાર મોબાઇલ નામની દુકાન બહારથી પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ રૂ.27
હજારની કિંમતની 18 ઇ-સિગારેટ અને બે સ્કૂટર મળી રૂ.82 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. બન્ને શખ્સોની પૂછપરછ કરવામાં આવતા બન્ને આ જથ્થો વેચવા માટે લઈ આવ્યા હોવાની
કબુલાત આપી હતી. આ જથ્થો ક્યાંથી લઈ આવ્યા? અને કોને કોને આપવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
1.72 લાખ આપવા પડશે તેવી પઠાણી ઉઘરાણી
ત્યારબાદ આ જયદીપસિંહે 8 ટકા લેખે નાણાં વ્યાજે આપ્યા હતા. બાદમાં તેમને દર મહિને વ્યાજ રૂ.8000 આપવાનુ નક્કી થયું હતુ અને જયદિપસિંહને વ્યાજ કુલ રૂ.1.92 લાખ ચૂકવી આપ્યા હતા અને બાદમાં 2019માં કોરોનાકાળમા મારે ધંધો બરાબર ચાલતો ન હોય જેથી મેં મારૂ કારખાનુ બંધ કરી દીધું હતું અને આ પછી કારખાને હું મજૂરી કરવા જતો રહ્યો હતો. તા.11/03ના રોજ હું મારા કારખાને હતો ત્યારે આ જયદિપસિંહ મારા કારખાને આવી મારી પાસેથી રૂ.1.72 લાખ આપવા પડશે તેમ કહી મારી ગાડી પડાવી લઈ ગયા હતા. આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
14 શખસ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા નિર્ણય
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર પેશકદમી તેમજ ખાનગી મિલકતો પચાવી પાડવાના કિસ્સાઓ રોજબરોજ વધી રહ્યા છે. આવા કિસ્સાઓમાં અરજદારોને ન્યાય મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અલગથી લેન્ડ ગ્રેબિંગ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં અરજદારોની રૂબરૂ તેમજ ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. ગત માસે યોજાયેલ લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં 14 શખસ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં આજે યોજાઈ રહેલી આ બેઠકમાં 40 જેટલા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં કસુરવારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવાશે.
જૂના માર્કેટ યાર્ડમાં 1.70 લાખની ચોરી
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલી જય રામનાથ ટ્રેડિંગના ખુલ્લા શેડના કબાટમાંથી રૂ.1.70 લાખની રોકડ અને જરૂરી ડોક્યુમેન્ટની ચોરી કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. વેપારી મહેશભાઈ વિનોદભાઈ તલસાણીયા (ઉં.વ.29)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને માર્કેટ યાર્ડમાં કમિશન પર શાકભાજીનો વેપાર કરું છું. તા.13/03ના બપોરના હું માર્કેટ યાર્ડ અંદર પેઢી જય રામનાથ ટ્રેડિંગના ખુલ્લા શેડ ખાતે શાકભાજીનો વેપાર કરતો હતો. આ દરમિયાન એક શાકભાજીની ગાડી આવેલ જેથી હું મારા ટેબલ ઉપર કબાટની ચાવી રાખીને ગાડી સાઈડમા રખાવવા માટે ગયો હતો અને બાદમાં હું મારા ટેબલ ઉપર પરત ગયો હતો, ત્યાં ચાવી નહોતી. તપાસ કરતા મારા કબાટમાંથી કોઈએ આ ચાવીથી કબાટ ખોલી કબાટમાં રાખ્યો હતો. થેલો કોઈ અજાણ્યો શખસ લઈને જતો રહ્યો હતો.
પોલીસે તસ્કરને ઝડપી લેવા તજવીજ આદરી
આ થેલામા રોકડા રૂપિયા એક લાખ હતા અને બીજા બીલ બનાવેલા આશરે 70 હજારના બીલ બનાવ્યા હતા, એમ કુલ રુપિયા 1.70 લાખ રોકડા, બેન્કની ચાર ચેક બુક, પાકિટ જેમાં મારું, મારી પત્ની હંસાનુ આધાર કાર્ડ, પાનકાર્ડ, ત્રણ એટીએમ હતા. થેલામા એક રોજમેળ અને બે હિસાબની નોટબુક આ થેલામાં હતુ. જે અજાણ્યો શખસ ચોરી કરી લઈ ગયો હોવાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે તસ્કરને ઝડપી લેવા તજવીજ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.