જીતનો જશ્ન:રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મહિલા અનામતમાં ચેતના કાછડીયાની જીત, પ્રમુખ પદે અર્જુન પટેલ જીત તરફ, ઉજવણીમાં ગાઇડલાઇન્સ ભુલાય

રાજકોટએક મહિનો પહેલા
ઉજવણીમાં ગાઇડલાઇન્સ ભુલાય
  • જીનિયસ પેનલ આગળ, સેક્રેટરી પદે પી.સી. વ્યાસ જીત તરફ

રાજકોટમાં હાલ બાર એસો. ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ત્યારે ચૂંટણીમાં જીનિયસ પેનલ આગળ છે જ્યાં મહિલા અનામતમાં ચેતના કાછડીયાની જીત થઈ છે. પ્રમુખ પદે અર્જુનભાઇ પટેલ જીત તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે ઉપપ્રમુખ પદે સિધ્ધરાજ સિંહ જાડેજા આગળ છે. એક તરફ શહેરમાં એક સાથે 12 કોરોના કેસ દાખલ થયા છે ત્યારે બીજી તરફ જીતના જશ્નમાં કોરોનાની ગાઇડલાઇન્સનો સંપૂર્ણ પણે ભંગ થતો જોવા મળ્યો હતો.

ચૂંટણીમાં જીનિયસ પેનલ આગળ છે
ચૂંટણીમાં જીનિયસ પેનલ આગળ છે
જીતના જશ્નમાં કોરોનાની ગાઇડલાઇન્સનો સંપૂર્ણ પણે ભંગ
જીતના જશ્નમાં કોરોનાની ગાઇડલાઇન્સનો સંપૂર્ણ પણે ભંગ

અર્જુન પટેલને 618 મત મળ્યા છે
હાલ સુધીમાં 1400 મત માંથી પ્રમુખપદે જીનીયસ પેનલના અર્જુન પટેલને 618 મત મળ્યા છે. બીજા ક્રમે જીજ્ઞેશ જોશીને 391 મત અને અમિત ભગતને 294 મત મળ્યા છે. અર્જુનભાઇ 218 મતથી આગળ છે.ઉપપ્રમુખપદે સિદ્ધરાજે જાડેજાને 729 મત, જ્યારે તેમના હરીફ બિમલ જાનીને 550 મત મળ્યા છે.

જીતના જશ્નમાં કોરોનાની ગાઇડલાઇન્સનો સંપૂર્ણ પણે ભંગ
જીતના જશ્નમાં કોરોનાની ગાઇડલાઇન્સનો સંપૂર્ણ પણે ભંગ

તોની ગણતરી હજુ પણ ચાલુ છે
સેક્રેટરીપદે દિલીપ મહેતાને 567, જ્યારે પી.સી.વ્યાસને 674 મળતા તે આગળ ચાલી રહ્યા છે.જોઇન્ટ સેક્રેટરી પદે જીનીયસ પેનલના દિવ્યેશ મહેતાને 630 મત, સમરસના જ્યારે ધર્મેશ સખીયાને 612 મત મળ્યા છે. કુલ 2011 વકીલોએ મત આપ્યા છે તેમાંથી 1400 મતની ગણતરી થઈ છે. મતોની ગણતરી હજુ પણ ચાલુ છે

ભાજપ લીગલ સેલના જ 2 જૂથો સામસામે
રાજકોટ બાર એસોસિએશન દ્વારા પ્રમુખ પદ સહિત 16 જેટલા હોદા ઉપર 50 જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેનું ભાવિ નક્કી કરવા માટે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રમુખ પદ માટે ભાજપ લીગલ સેલના જ 2 જૂથો સામસામે છે. જેમાં જીનિયસ પેનલ અને સમરસ પેનલનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ તરફી પેનલમાં જિજ્ઞેશ જોશીનો સમાવેશ થાય છે.

મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા.
મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા.

તમામ પેનલ જીતનો દાવો કરી રહી છે
ભાજપની લીગલ સેલના બે જૂથ પૈકી સમરસ પેનલમાં અમિત ભગત જ્યારે જીનિયસ પેનલમાંથી અર્જુન પટેલ અને સામે પક્ષે કોંગ્રેસમાંથી જિજ્ઞેશ જોશીની પેનલનો સમાવેશ થાય છે. હાલ ત્રિપાંખિયા જંગ વચ્ચે તમામ પેનલ જીતનો દાવો કરી રહી છે. પરંતુ જીત કોની થશે તે જોવું મહત્વનું રહેશે.

તમામ પેનેલે જીતનો દાવો વ્યક્ત કર્યો.
તમામ પેનેલે જીતનો દાવો વ્યક્ત કર્યો.

પાટીદાર વકીલોની ગઇકાલે સાંજે મિટીંગ યોજાઇ હતી
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ સમરસ પેનલના પાટીદાર વકીલોના સમર્થનમાં ગઈકાલે સાંજે 550 જેટલા પટેલ વકીલ હાજર રહ્યા હતા અને આ મિટીંગમાં સમરસ પેનલના બાર કાઉન્સિલના મેમ્બર દિલીપભાઈ પટેલ સેક્રેટરીના ઉમેદવાર ધર્મેશભાઈ સખીયા, લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઈ વોરા, કારોબારી અજય પીપળીયા તથા નૈમિષ પટેલ અને તેમની પેનલને જીતાડવા અપીલ કરી હતી.

સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ.
સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ.