એનાલિસિસ:રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી માટે મતદાન પૂર્ણ, શહેર કરતાં ગામડાં વધ્યા પણ ગત ચૂંટણીની સરખામણીએ ગામડામાં ૩.૩૪ ટકા ઓછું મતદાન

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું - Divya Bhaskar
મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું
  • રાજકોટ તાલુકામાં સૌથી વધુ 71.15 ટકા જયારે ગોંડલ તાલુકામાં સૌથી ઓછુ 57.60 ટકા મતદાન નોધાયું

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે આજે યોજાયેલા મતદાનમાં આશરે 63.30 ટકા મતદાન થયું છે. જયારે જિલ્લાના 11 તાલુકાની 197 બેઠકમાં અંદાજે 63.65 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ 3.34 ટકા ઓછું મતદાન થયું છે. આ બેઠકો માટે 5,03,136 પુરૂષ અને 4,56,934 સ્ત્રી મળી કુલ 9,60,070 મતદારો પૈકી 3,39,545 પુરૂષ અને 2,68,188 સ્ત્રી મળી કુલ 6,07,733 મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું અને જયારે જિલ્લાના 11 તાલુકા પંચાયતની 197 બેઠકો માટેના યોજાયેલા મતદાનમાં 4,92,101 પુરૂષ મતદારો અને 4,46,983 સ્ત્રી મળી કુલ 9,39,084 મતદારો નોધાયા હતા. જે પૈકી 3,33,599 પુરૂષો અને 2,64,104 સ્ત્રી મળી કુલ 5,97,703 મતદારોએ પોતાનું મતદાન કર્યુ હતું. આમ આશરે 63.65 ટકા મતદાન થયેલ છે. જેમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ 71.15 ટકા જયારે ગોંડલ તાલુકામાં સૌથી ઓછુ 57.60 ટકા મતદાન નોધાયું હતું.

રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીમાં પાછલા વર્ષે થયેલ મતદાન આંકડાકીય યાદી
રાજકોટ જિલ્લા પંચાયતમાં વર્ષ 2010માં 63.23% મતદાન થયું હતું જ્યારે વર્ષ 2015માં 66.64% મતદાન થયું હતું. બીજી તરફ રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વર્ષ 2015માં 67.65% મતદાન નોંધાયું હતું.વર્ષ 2015 માં સૌરાષ્ટ્રમાં 67% મતદાન થયું હતું. જેમાં 11 માંથી 9 જિલ્લા પંચાયત પર કોંગ્રેસે સતા મેળવી હતી. આ વર્ષે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બન્ને પક્ષે 50% થી વધુ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા તમામ 36 બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ફરી સતા પર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ગોંડલ તાલુકામાં સૌથી ઓછુ 57.60 ટકા મતદાન નોધાયું હતું.
ગોંડલ તાલુકામાં સૌથી ઓછુ 57.60 ટકા મતદાન નોધાયું હતું.

2015માં પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી હતી
વર્ષ 2015 ની ચૂંટણીમાં મનપા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી હતી અને આંદોલનના કારણે સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય વિસ્તારોમાં જંગી મતદાન થયું હતું. જેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો હતો. આ વખતે પાલિકા - પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઠેર ઠેર ત્રીજા પરિબળ તરીકે મેદાનમાં છે તેથી સ્પર્ધા વધુ તેજ બની રહી છે. ઉલ્લેખનિય છે કે મહાનગરપાલિકાના ભાજપ તરફી પરિણામોની અસર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પર જોવા મળશે કે કેમ તેના પર સૌ કોઇની મીટ મંડાયેલી છે.

વર્ષ 2015ની ટકાવારી

જિલ્લા પંચાયતબેઠકભાજપકોંગ્રેસઅન્ય
રાજકોટ3624
જામનગર24717
મોરબી24222
અમરેલી34529
ભાવનગર401723
જૂનાગઢ30327
દ્વારકા229112
સોમનાથ2813132
પોરબંદર18414
બોટાદ20218
સુરેન્દ્રનગર34529

મતદાન મથકોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા
રાજકોટ જિલ્લામાં પંચાયત, પાલિકાની ચૂંટણીઓનું મતદાન કરવા મતદારો આવે તે પહેલા તમામ મતદાન મથકોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. મતદારોને સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તમામ મતદારના હાથ સેનિટાઈઝ કરી હેન્ડગ્લોવ્ઝ પણ આપવામાં આવ્યા હતા. ફરજ પરના સ્ટાફને તમામ મતદાન મથકોમાં ફેસશિલ્ડ, હેન્ડગ્લોવ્ઝ અને સેનિટાઈઝર સહિતની સુવિધા પુરી પાડવામાં આવી હતી.

રાજકોટ શહેર કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

વર્ષ 2021માં રાજકોટની 11 તાલુકા પંચાયતમાં સરેરાશ મતદાન

તાલુકા પંચાયતનું નામમતદાનની ટકાવારી
રાજકોટ71.15
કોટડાસાંગાણી65.06
લોધિકા70.72
પડધરી69.58
ગોંડલ57.6
જેતપુર62.5
ધોરાજી60.82
ઉપલેટા58.62
જામકંડોરણા61.14
જસદણ62.73
વિંછીયા62.6

રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ- SP
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જિલ્લામાં કોઇ અઇચ્છનીય ઘટના બની નથી. આ સિવાય બુથ કેપ્ચરિંગ સિહતની કોઇ પણ ગેર પ્રવૃતિ બની નથી. તેમજ રાજકોટ શહેર કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરની હદમાં આવતા મતદાન મથક પર સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

વર્ષ 2015માં 66.64% મતદાન થયું હતું.
વર્ષ 2015માં 66.64% મતદાન થયું હતું.
અન્ય સમાચારો પણ છે...