નગરજનો સતર્ક થયા:ગોંડલ શહેરમાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન,માત્ર સવારે 7થી સાંજે 7વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે, લોકો સ્વયંભૂ લોકડાઉન તરફ અગ્રેસર થયા

રાજકોટએક વર્ષ પહેલા
ચીજવસ્તુઓની ખરીદી માટે ગામ ખુલ્લું રહેશે
  • રાજકોટમાં ખીરસરા અને ગોંડલના જામવાડી તથા અનિડા ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન
  • બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે

ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ CM વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જેને પગલે કોરોનાના સંક્રમણથી બચવા માટે ગોંડલ શહેરમાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં માત્ર સવારે 7થી સાંજે 7વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના લોધીકાનું ખીરસરા ગામ સવારના 10 થી 5 બંધ તેમજ સાંજ ના 8 પછી સદંતર બંધ જાહેર કરવામાં આવ્યું છે . આ ઉપરાંત ગોંડલના અનિડા અને જામવાડી ગામમાં પણ 10 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ચીજવસ્તુઓની દુકાનો સરકારી ગાઈડલાઈન્સ મુજબ ખુલ્લી રાખવામાં આવશે
ગોંડલની નજીક આવેલ જામવાડી ગામમાં સરપંચ લીનાબેન પ્રફુલ ભાઈ ટોળીયા દ્વારા તાકીદની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઉપસરપંચ વિનોદભાઈ મોણપરા ગ્રામ પંચાયતના સદસ્યો, આરોગ્યના અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રી સહિતનાઓ હાજર રહ્યા હતા ગામમાં વધુ કોરોના ને ફેલાતો અટકાવવા માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 6થી 9 અને સાંજે સાડા 5થી 8 દરમિયાન સરકારી ગાઈડલાઈન્સ મુજબ ખુલ્લી રાખવામાં આવશે, તેમજ ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે.બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.

ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે
ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે

બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે
હાલ કોરોનાનું સંક્ર્મણ ફેલાતું અટકે એ માટે તકેદારીના ભાગ રૂપે રાજકોટમાં ખીરસરા ગામમાં આજથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં સવારે 10થી 5 અને સાંજે 8 પછી સદંતર બંધ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં સવાર-સાંજ બે કલાક સુધી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ગામ ખુલ્લું રહેશે અને અહીંયા પણ ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે. તથા બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.

બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે
બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે

ધોરાજી વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા શનિ-રવિમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
ધોરાજી વેપાર ઉદ્યોગ મંડળના પ્રમુખ લલીતભાઈ વોરા એ ધોરાજીના જુદા જુદા વેપારીઓ ની બેઠક બોલાવી હતી આ બેઠકમાં ધોરાજી શહેરમાં વધતાં કોરોના પોઝીટીવ કેસનું સંકમણ અટકાવવા માટે ધોરાજી શહેરને શનિ અને રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી સંપૂર્ણ ધોરાજી બંધનું એલાન આપ્યું છે.