હિરાસર એરપોર્ટ ટેક ઓફ તરફ:એરપોર્ટ ઓથોરિટીના ચેરમેનની મુલાકાત, 2700 મી. રન-વે ટેકઓફ માટે તૈયાર, બોક્સ ક્લવર્ટ કામગીરી પૂરજોશમાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજીવકુમારે હીરાસર એરપોર્ટની મુલાકાત કરી. - Divya Bhaskar
સંજીવકુમારે હીરાસર એરપોર્ટની મુલાકાત કરી.
  • ચેરમેન સમક્ષ એરપોર્ટની કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો

આજે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવકુમાર રાજકોટના હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે તેમણે ટર્મિનલ બિલ્ડીંગ એ.ટી.સી. ટાવર, ફાયર સ્ટેશન, રન-વે સહિત વિવિધ સ્થળની સાઇટ વિઝીટ કરીને પ્રગતિ હેઠળની કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. ચેરમેન સમક્ષ એરપોર્ટની કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો હતો. તેમજ 2700 મીટરનો રન-વે ટેકઓફ માટે તૈયાર થઈ ચૂક્યો છે અને હાલ બોક્સ ક્લવર્ટ કામગીરી પૂરજોશમાં શરૂ કરાઇ છે.

બાઉન્ડ્રી વોલની કામગીરી પૂર્ણતાના આરે
સંજીવકુમાર અને દિલ્હીથી આવેલા પ્લાનિંગ મેનેજર અનિલકુમાર પાઠકે તમામ એજન્સીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમને પડતી મુશ્કેલીઓ જાણી હતી. તેમજ તમામ બાબતોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી વહીવટી તંત્રના સંકલનમાં રહીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. એરપોર્ટ ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર લોકનાથના જણાવ્યા મુજબ હાલ રન-વેની 2700 મીટરની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે, બાઉન્ડ્રી વોલની કામગીરી પૂર્ણતાના આરે છે. બોક્સ કલવર્ટની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે

પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો હતો.
પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો હતો.

જમીન સંપાદનની માહિતી આપવામાં આવી
કલેક્ટર અરુણ મહેશ બાબુએ વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર સંબંધી તમામ કામગીરીનું નિરાકરણ આવી ગયાનુ ચેરમેનને જણાવ્યું હતું. બેઠકમાં જમીન સંપાદન વિભાગના અધિકારીઓએ જમીન સંપાદનની માહિતી પૂરી પાડી હતી. આ તકે નાયબ કલેક્ટર દેસાઈ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રોજેક્ટમાં થનારો ખર્ચ
રૂ.1400 કરોડ કુલ અંદાજિત ખર્ચ.
રૂ.670 કરોડ રન-વે સહિત ફર્સ્ટ ફેઈઝનો ખર્ચ
રૂ.280 કરોડ ટર્મિનલ બિલ્ડીંગ
રૂ.50.4 કરોડ 18 ટકા લેખે તેનો જીએસટી
રૂ.30 કરોડ ઈક્વિપમેન્ટ્સ, મશીનરી, સીઆઈએસએફ બિલ્ડીંગ વગેરેનો ખર્ચ