તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંકલેશ્વરની લાયકા લેબમાંથી વિશ્વાસ અને શુભમે 131 ઇન્જેક્શન ચોરી કર્યા’તા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ પોલીસે અંકલેશ્વરમાં કંપનીમાં તપાસ કરી, હજુ એકની શોધખોળ

મ્યુકરમાઇકોસિસના દર્દીઓને અપાતા એમ્ફોટેરિસિન ઇન્જેક્શના થતાં કાળાબજારનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરી 14 આરોપીને ઝડપી લીધા હતા. અંકલેશ્વરની લાયકા લેબમાં નોકરી કરતા બે કર્મચારીઓ ઇન્જેક્શનની ચોરી કરતા હતા અને તે ચોરાઉ ઇન્જેક્શન સૌરાષ્ટ્ર સુધી પહોંચતા હતા. પોલીસે અંકલેશ્વર કંપનીમાં તપાસ કરતાં બંને કર્મચારીએ 131 ઇન્જેક્શનની ચોરી કર્યાનો ધડાકો થયો હતો. રૈયા રોડ પરથી નર્સિંગ કર્મચારી મેહુલ કટેશિયાને પોલીસે ઇન્જેક્શન સાથે ઝડપી લીધા બાદ બે ડોક્ટર અને જેતપુરના દવાના વેપારી તથા 14 આરોપીને ઝડપી લઇ 101 ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો.

અંકલેશ્વરની લાયકા લેબમાં નોકરી કરતા વિશ્વાસ રાયસીંગ પાવરા અને શુભમ શંભુપ્રસાદ તિવારીએ લેબમાંથી ઇન્જેક્શન ચોરી કર્યા હતા અને તે સુરતના હાર્દિક પટેલ મારફત જેતપુરના દવાના વેપારી હિરેન રામાણી સુધી પહોંચાડ્યા હતા. હિરેન પાસેથી રાજકોટનો સાગર કિયાડા ઇન્જેક્શન મેળવતો હતો. ગુરુવારે તમામ 14 આરોપીના રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...