તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ્ત સંગીતિ-2021:દર મહિને બે શાસ્ત્રીય સંગીતના વર્ચ્યુઅલ કાર્યક્રમ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય શાસ્ત્રીય સંગીત મહોત્સવ ‘સપ્ત સંગીતિ-2021’ આ વર્ષે વર્ચ્યુઅલ રીતે યોજવાનું આયોજન કરાયું છે. આ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમમાં આગામી ડિસેમ્બર સુધી દર મહિને બે કાર્યક્રમ ઓનલાઈન યોજાશે જેનો લાભ લોકો ઘેરબેઠા લઇ શકશે. દર મહિને યોજાનારા બે કાર્યક્રમમાં ગાયન અને વાદનના ખ્યાતનામ કલાકારો પર્ફોર્મન્સ આપશે. કલાકારોના પર્ફોર્મન્સના ‘પ્રીમિયર શો’ સોશિયલ મીડિયામાં સપ્ત સંગીતિના પેજ અને યૂ ટ્યૂબ ચેનલના માધ્યમથી પ્રસ્તુત કરાશે.

નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સતત પાંચમા વર્ષે કલા આધારિત રંગા-રંગ મહોત્સવ ‘સપ્ત સંગીતિ-2021 ક્લાસિકલ મ્યુઝિક વર્ચ્યુઅલ કોન્સર્ટ સીરિઝ’ નવા રૂપરંગ સાથે ઓનલાઇન માધ્યમથી પ્રસ્તુત થશે. કોરોનાકાળની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંગીત મહોત્સવ શ્રોતાઓ ઓનલાઈન માણી શકે તેવું આયોજન કરાયું છે.

જેમાં ષડજ ગોડખિંડીનું બાંસૂરીવાદન, નબનિતા ચૌધરીનું શાસ્ત્રીય કંઠ્ય સંગીત, બ્રિજેશ્વર મુખર્જી દ્વારા શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સંસ્ક્રાતિ અને પ્રક્રાતિ વાહનેનું સિતાર અને સંતુરવાદન, કૌશર હાજીનું શાસ્ત્રીય કંઠ્ય સંગીત, ધ્વનિ વછરાજાનીનું શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શરદ પ્રસન દાસનું વાયોલિન વાદન અને પલાશ ધોળકિયાના શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો લાભ આગામી સમયમાં માણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...