તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકને આત્મનિર્ભર બનવાનું સુત્ર આપ્યું છે. આ સૂત્રને વીરપુરના સોલંકી પરિવારે પોતાની હસ્તકલા મારફત સાકાર કરી બતાવ્યું છે. હસ્તકલા મારફત આ પરિવાર આત્મનિર્ભર બન્યો અને અન્યોને પણ આત્મનિર્ભર બનાવી રાજ્યકક્ષાનું હસ્તકલાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું છે. તેમજ એક લાખનું ઇનામ અને શિલ્ડ મેળવી વીરપુર સહિત સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યુ છે.
વીરપુરમાં સોલંકી પરિવાર 20 વર્ષથી હસ્તકલાની કામગીરી કરી રહ્યો છે
વીરપુર એટલે સંત જલારામબાપાનું ગામ કે જ્યાંનો રોટલો જગતભરમાં વિખ્યાત છે. હવે આ રોટલા સાથે ગામના એક પરિવારની હસ્તકલાની કારીગરી પણ જગવિખ્યાત બની ગઈ છે. આ પરિવાર એટલે સોલંકી પરિવાર જેના વડીલ અશોકભાઈએ 20 વર્ષ પૂર્વે દરિયામાંથી મળતા શંખ અને છીપલામાંથી ઘરના સુશોભનની તેમજ મહિલાઓના આભૂષણો વગેરે બનાવવાની કામગીરીની શરૂઆત કરી હતી. આ કામગીરીમાં ધીમેધીમે તેમનો પુરો પરિવાર જોડાતો ગયો.
શંખ પર લક્ષ્મીજીની ચિત્રની કોતરણી રાજ્યકક્ષાના મેળાવડામાં પ્રથમ આવી
મોટા પુત્ર અમિતભાઇ શંખ પર બારીક નકશીકામની કામગીરી શીખ્યા. જેમાં તેઓએ શોપીસ માટે શંખ પર ભગવાનના જુદા જુદા ચિત્રો બનાવ્યા અને તેમાં લક્ષ્મીજીના ચિત્રની કોતરણી માટે તેમની કૃતિ હસ્તકલાના પારિતોષિક માટે તેઓએ મોકલી હતી. આ કૃતિ ગૃહ અને કુટીર ઉદ્યોગના રાજ્યકક્ષાના મેળાવડામાં પ્રથમ નંબરે આવતા ગત ગુરુવારે ધ્રોલ ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ અમિતભાઇનું શાલ ઓઢાડી સન્માન કરી એક લાખ રોકડા તેમજ પ્રથમ નંબરનું શિલ્ડ આપ્યું હતું.
અમિતભાઈએ પરિવારની સાથોસાથ ગામની અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી
હસ્તકલાની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં વીરપુરના અમિતભાઇને શંખ પર લક્ષ્મીજીના ચિત્રને પ્રથમ પારિતોષિક મળતા સમગ્ર વીરપુરમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો. આ પરિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર બનાવના સૂત્રને તો સાકાર કર્યુ જ સાથોસાથ આ હસ્તકલાની કામગીરીમાં ગામની અન્ય મહિલાઓને રોજગારી આપી તેઓને પણ આત્મનિર્ભર બનાવી છે.
(દિપક મોરબીયા, વીરપુર)
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.