• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Virpur Farmers Accuse State Government, Saying: Many Villages In Rajkot District Have Been Excluded In The Survey, New Survey And Demand For Help

આક્ષેપ:વીરપુરના ખેડૂતોનો રાજ્ય સરકાર પર આક્ષેપ, કહ્યું : સર્વેમાં રાજકોટ જિલ્લાના અનેક ગામોની બાદબાકી કરવામાં આવી છે, નવા સર્વે અને સહાયની માંગ

વીરપુર2 મહિનો પહેલા
નુકસાનનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ કરી
  • સરકારની કૃષિ સહાય પેકેજની સહાય લોલીપોપ ગણાવી

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને કારણે રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના કેટલાક જિલ્લામાં ખેતીના પાકના ભારે નુકસાન થયું હતું. સરકારે આ વિસ્તારોમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલી નુકસાનીના આંકડા મેળવીને તેમને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે યાત્રાધામ વીરપુરના ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, આ સર્વેમાં રાજકોટ જિલ્લાના અનેક ગામોની બાદબાકી કરવામાં આવી છે. અમારી નવા સર્વે અને સહાયની માંગ છે.

નુકસાનનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ કરી
નુકસાનનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ કરી

વળતર ચૂકવવા માંગ કરી
સરકાર દ્વારા ખેડૂતોને થયેલ પાક નુકસાનને લઈને જે વળતરની જાહેરાત કરી તેને લઈને વીરપુર,પીઠડીયા,સહિત જેતપુર તાલુકાના ખેડૂતો નારાજ થયા છે. વીરપુર પાસેના પીઠડીયાના ખેડૂતોએ નવા સર્વે અને સહાયની માંગ સાથે સુત્રોચાર કર્યા હતા અને અરજી આપી હતી, જેતપુર તાલુકાના વીરપુર પાસેના પીઠડીયા ગામના સરપંચે પણ તેના ગામમાં સર્વે ના થયો હોય ગામના ખેડૂતો વળતરથી વંચિત છે ત્યારે ફરીથી પાક નુકસાનનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ કરી હતી.

આ વર્ષે પણ ડુંગળીએ રડાવ્યા
આ વર્ષે પણ ડુંગળીએ રડાવ્યા

કૃષિ સહાય પેકેજની સહાય લોલીપોપ ગણાવી
હેકટર દીઠ 13000 રૂપિયાની જાહેરાતને લઈને ખેડૂતોમાં રોષ અને નારાજગી જોવા મળી હતી ત્યારે વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ સહાયથી ખેડૂતો કરેલ ખર્ચ સામે આ વળતર ખેડૂતો માટે પૂરતું નથી,જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરમાં નુકસાનીનો સર્વે પણ ન થયો હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો,જે ખેડૂતોને નુકસાની ગઈ છે તેવા ખેડૂતોને વળતર મળવું જોઈએ,ખેડૂતોને વધુ માં વધુ 2 હેક્ટર નહિ પણ 4 હેક્ટર સુધી સહાય ચૂકવી જોઈએ,ત્યારે ખેડૂતો એ સરકારની કૃષિ સહાય પેકેજની સહાય લોલીપોપ ગણાવી હતી.

સરકારની કૃષિ સહાય પેકેજની સહાય લોલીપોપ ગણાવી
સરકારની કૃષિ સહાય પેકેજની સહાય લોલીપોપ ગણાવી

આ વર્ષે પણ ડુંગળીએ રડાવ્યા
સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાક ભાદરવામાં પાછોતરા વરસાદને લઈને સડીને નિષ્ફળ જવા પામ્યા છે અને પાછોતરા વરસાદને કારણે અતિવૃષ્ટિ, લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડુંગળીમાં જેમાં મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવની જંતુનાશક દવાઓ છાટી અને ડુંગળીનુ વાવેતર કરેલ છે અને ઉછેર પણ કર્યો હતો. છતાં પણ પાક નાશ પામ્યો છે. તેથી રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ વર્ષે પણ ડુંગળીએ રડાવ્યા હોય તેવુ લાગી રહ્યું છે.

ડુંગળી સહિતના પાક ભાદરવામાં પાછોતરા વરસાદને લઈને સડીને નિષ્ફળ જવા પામ્યા
ડુંગળી સહિતના પાક ભાદરવામાં પાછોતરા વરસાદને લઈને સડીને નિષ્ફળ જવા પામ્યા

( દિપક મોરબીયા, વીરપુર )