અનેક તર્ક વિતર્ક:વીરપુરના બસસ્ટેન્ડનું લોકાર્પણ કરી દેવાયું, પાણી અને શૌચાલયની સુવિધા વિસરાઇ

વીરપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2.96 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડ ઉતાવળે ખુલ્લું મુકાતા અનેક તર્ક

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુર કે જ્યાં જલારામ બાપાના દર્શન કરવા લાખો લોકો આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા વિરપુરનું જૂનું એસટી બસ સ્ટેશન ધ્વસ્ત કરીને તે જગ્યાએ નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું. 2.96 કરોડની માતબર રકમના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું ઉતાવળે લોકાર્પણ કરી દેવાતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે કેમકે આ બસ સ્ટેન્ડમાં પીવાના પાણી કે શૌચાલયની સુવિધા નથી.

નવા બસ સ્ટેન્ડના લોકાર્પણ કાર્યક્રમની કોઈને પણ જાણ કર્યા વગર જ લોકાર્પણ કરી દેવાતાં આ મુદો ચર્ચામાં રહ્યો છે. નવાઈ વાત તો એ છે કે આ નવા બનતા બસ સ્ટેશનમાં યાત્રાળુઓ તેમજ વીરપુરની આજુબાજુ પંથકના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતની પીવાના પાણીની કે શૌચાલયની સહિતની સુવિધાઓ પણ નથી.

જો કે આ મુદે ગોંડલ એસ.ટી. ડેપો મેનેજ ર જે.આર.અગ્રાવતનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા ડેપો મેનેજર જે.આર.અગ્રાવતે ફોન ઉપાડવાની તસદી જ લીધી ન હતી. આથી આ મુદો વધુ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...