ભૂમાફિયાઓ બેફામ:ઉપલેટાના નિલાખામાં ભૂમાફિયાઓની ખુલ્લી દાદાગીરી સામે જબરો વિરોધ, ગામ સજ્જડ બંધ, કાર્યવાહીની માંગ

ઉપલેટા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોનો રોષ જોઇને ખનીજ માફિયાઓ ભાગ્યા હતાં - Divya Bhaskar
લોકોનો રોષ જોઇને ખનીજ માફિયાઓ ભાગ્યા હતાં
  • ઉપલેટાના બે યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
  • રેતીની લીઝ રદ થયાની બબાલ બની લોહિયાળ

ઉપલેટા નજીકના નિલાખા ગામના બે યુવાન પર લીઝ બંધ કરાવી દેવાના જૂના મનદુ:ખ મુદ્દે અમુક ભૂમાફિયાઓને હુમલો કરી પગ ભાંગી નાખવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ગામલોકોએ ખનીજચોરોની દાદાગીરી સામે રોષ ઠાલવી, ગામ સજ્જડ બંધ રાખ્યું હતું ફરિયાદ કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી તેવા નારા સાથે ગ્રામજનોએ હોસ્પિટલ ખાતે તેમજ ખનીજ માફિયાઓ હાય હાયના નારા લગાવ્યા

દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો
ઉપલેટા-ધોરાજી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. આ અંગે તંત્રને સમગ્ર જાણ હોવા છતાં ચુપ છે. ખાણ ખનીજ ખાતા દ્વારા બેફામ બનેલા ભૂમાફિયા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે અંગે વારંવાર ખનીજ માફિયાઓની હરકતો સામે આવતી રહી છે ત્યારે આજે પણ ખનીજ માફિયાઓની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે.

ઉપલેટાના બે યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
ઉપલેટાના બે યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા

હુમલાખોરો સામે ન્યાયિક માંગણી કરી
નિલાખા ગામના બે યુવાનો પર ઉપલેટાના પાંચ જેટલા ખનીજ માફીયાઓએ આજે સવારે પાછળથી સ્કોપિયો ગાડી ભટકાવી બન્ને યુવાનો ઉપર હિચકારી હુમલો કરી પગ ભાગી નાખ્યા હતા હાલ બને યુવાનો ઉપલેટાના ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ આ બાબતની ખબર પડતાં ઉપલેટા ગામના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા વારંવાર ખનીજ માફીયાઓ દ્વારા કરાતા હુમલાખોરો સામે ન્યાયિક માંગણી કરી હતી.

બંને યુવકો નીચે ગબડી પડ્યા
સમગ્ર બાબત વિસ્તારથી જોઈએ તો નિલાખા ગામના બે યુવાનો ચિંતન કાનગડ અને કિશન ડાંગર ઉપલેટા ખાતે કામ માટે આવેલા હતા ત્યાર બાદ આશરે 10:00 વાગ્યાના સુમારે ફરી બન્ને યુવકો પોતાની મોટરસાયકલ લઈને ઉપલેટા થી પોરબંદર બાયપાસ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન મારુતિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખનીજ માફિયાઓની પાછળથી આવેલ સ્કોર્પિયો ગાડી ટક્કર મારતા બંને યુવકો નીચે ગબડી પડ્યા હતા એ દરમિયાન બોલેરો ગાડીમાંથી ચાર થી પાંચ વ્યક્તિઓ નીચે ઉતર્યા હતા જેમાં નીચે ઉતરનાર વ્યક્તિઓ સાથે ધોકા પાઇપ હોઈ નીચે ઉતરતાની સાથે બંને યુવકો પર ખનીજ માફિયાઓ હાથ અને પગના ભાગ ઉપર મારવા લાગ્યા હતા.

ઉપલેટા ગામના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા
ઉપલેટા ગામના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા

પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા
ઇજાગ્રસ્ત થતા બંને યુવકોને મારી ભાગી છૂટયા હતા. ત્યારબાદ બંને યુવકોને સારવાર માટે ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલા હતા ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ થતા નિલાખા ગામના ગ્રામજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને હોબાળો કર્યો હતો આ ઘટનાની જાણ થતાની સાથે જ ઉપલેટા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.

રેતીના ટ્રકના નંબર મેળવવા સહેલા છે
ગ્રામજનોના જણાવ્યા અનુસાર જ્યારે જ્યારે ગામડાના લોકો વિરોધ કરે છે ત્યારે ત્યારે મામલતદાર, પોલીસ તંત્ર, ડેપ્યુટી કલેક્ટર અને ખાણ ખનીજ કક્ષાએથી ફરિયાદનો નિકાલ કરવા તપાસ કરે, રેડ પાડે અને વધારે કિસ્સામાં ખાલી હાથે પાછા જાય છે અને જણાવે છે કે અહીંયા કોઈ રણીધણી નથી, કોને પકડવા? નીલ પંચનામું કરે છે અને પરત ફરે છે, કારણ એ છે કે રેડ પાડનાર કચેરીમાંથી સરકારી કર્મચારીઓ જ રેતી ખનન માફિયાઓને જાણ કરે છે કે અમો રેડ પાડવા આવીએ છીએ એટલે રેતી માફિયાઓ સગેવગે થઈ જાય છે અને કોઈ દેખાય નહી, પણ ખરા અર્થમાં રેડ પાડવી હોય તો રેતીના ટ્રકના નંબર મેળવવા સહેલા છે.

રેતીના ટ્રકના નંબર મેળવવા સહેલા છે
રેતીના ટ્રકના નંબર મેળવવા સહેલા છે

માફિયાઓ સગેવગે થઈ જાય છે
રેતી કાઢવાની જગ્યાએ રેતીના ઢગલા, રેતી કાઢવાના સાધનો જેવા કે પોકલેન્ડ, ડોઝર, ટ્રેક્ટરો, ટ્રક જેવા સાધનો પડ્યા જ હોય છે, જો એનો કબજો લઈ લે તો નામ પણ મળી જાય અને બધી વિગતો પણ મળી જાય, પરંતુ જુગારના અડ્ડામાં જેમ જાણ થઈ જતી હોય, તેમ અહી અધિકારી દ્વારા છુપી જાણું થઈ જવાથી બધા રેતીનું ખનન કરનાર માફિયાઓ સગેવગે થઈ જાય છે.

માફિયાઓ આમને-સામને આવી ગયા હતા
અગાઉ પણ નિલાખા ગામે રેતીની ચોરી કરતાં ખનીજ માફિયા સામે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ વાહન સળગાવ્યાની ગ્રામજનોએ તોડફોડ કરી હતી. લોકોનો રોષ જોઇને ખનીજ માફિયાઓ ભાગ્યા હતાં. તેના પર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો હતો. ખનીજ માફિયાએ ગોળીબાર કર્યાની પણ ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...