હુમલો:રાજકોટમાં મહિલા સામે જોવા મુદ્દે સમાધાન માટે ભેગા થયેલા બે જૂથ વચ્ચે બઘડાટી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધરમનગર વિસ્તારમાં જૂના ડખામાં યુવાન પર છરી અને ધોકાથી હુમલો

રાજકોટમાં રૈયાગામમાં મહિલા સામે જોવાના મુદ્દે થયેલા ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા બે પરિવાર વચ્ચે મારામારી થતા 3ને ઇજા થઇ છે. અન્ય બનાવમાં યુવાન પર જૂના ડખામાં યુવાન પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.રૈયાગામ 100 વારિયા પ્લોટમાં અગાઉ મહિલા સામે જોવાના મુદ્દે ડખો થયો હતો. જેનું સમાધાન કરવા ભેગા થતા મામલો વધુ બિચકતા બંને જૂથ આમનેસામને આવી જતા મારામારી સર્જાઇ હતી. સંજય પ્રવીણભાઇ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, વિસ્તારમાં રહેતા જયપાલ સોલંકી અને ટીનો સોલંકી ભાભીની સામે નજર બગાડતા હતા.

જે મુદ્દે અગાઉ ઝઘડો થયો હતો. દરમિયાન ગુરૂવારે આ મુદે સમાધાન કરવા જતા જયપાલ સોલંકી, ટીનો સોલંકી, ભવાન સોલંકી, કંચનબેન સોલંકીએ ઝઘડો કરી પોતાને તેમજ પિતા પ્રવીણભાઇને માર મારી ઇજા પહોંચાડી છે. જ્યારે સામા પક્ષે કંચનબેન જયપાલ સોલંકીએ સંજય રાઠોડ, ભરત રાઠોડ અને પ્રવીણ રાઠોડ સામે સમાધાન કરવા બોલાવી મારમારી ઇજા પહોંચાડયાની વળતી ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી રોડ પોલીસે બંનેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં કાલાવડ રોડ, વામ્બે આવાસમાં રહેતા સિંકદર રસુલભાઇ કુરેશી પર કેતન ઉર્ફે જિમ્મી રાજેશ ચાવડાએ હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મિત્ર મહેબુબ સાથે અગાઉ ઝઘડો થયો હોય મિત્રો સાથે ધરમનગર આવાસમાં સમાધાન કરવા માટે ગયા હતા. જો કે, ત્યાં મહેબૂબ મળ્યો ન હતો. પરંતુ આરોપી કેતન ત્યાં હાજર હોય તું અહીં સમાધાન કરવા કેમ આવ્યો તેમ કહી હુમલો કર્યાનું યુનિવર્સિટી પોલીસની ફરિયાદમાં નોંધાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...