તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદનું આગમન:રાજકોટ-જસદણના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ, આંબરડીમાં 4 ઈંચ ખાબકતાં ગામમાં નદીઓ વહીં

જસદણ2 મહિનો પહેલા
  • વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં.

રાજકોટ જિલ્લામાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જસદણ પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેમાં પણ જસદણના આબરડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગામના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદને પગલે ગરમીમાં રાહત થઈ હતી અને ઠંડક પ્રસરી ગઈ હતી.

લોકોએ ગરમીમાંથી રાહત મેળવી
જસદણમાં બપોર બાદ વાતાવરણ ગોરભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે કરા કરા સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બફારાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે.

ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા
જસદણ પંથકમાં મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા હતા.વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
(દિપક રવિયા,જસદણ)