સ્તુત્ય કદમ:આટકોટના જીવાપરમાં 4,000 વૃક્ષ વાવીને ગામને હરિયાળું બનાવવા ગ્રામજનોનો સંકલ્પ

આટકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 લોકોએ અલગ અલગ ટીમ બનાવી જાહેર જગ્યાઓ પર કર્યું વૃક્ષારોપણ

ભાસ્કર ન્યૂઝ| જીવાપર ગામ દ્વારા “મારું જીવાપર, શ્રેષ્ઠ જીવાપર” એ પ્રોજેક્ટ અંતર્ગતના રોજ સવારે 8.00 થી સાંજના 7.00 સુધી જીવાપરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં ગામના 200 ગ્રામજનો દ્વારા 6 ગૃપ બનાવી વિવિધ વાડી વિસ્તારમાં, ગામમાં, સ્મશાનમાં, જાહેર જગ્યાએ 4000 વૃક્ષો વાવવામાં આવ્યા. સવારે સાત જુદી જુદી નદીના પવિત્ર જળ વડે વૃક્ષપૂજન કરાયું. ત્યારબાદ ડીજે, ઢોલ, નગારા સાથે વાહનો શણગારીને શોભાયાત્રા કઢાઇ. જેમાં વિવિધ શહેરોમાં વસતા લોકો સહભાગી થવા આવી પહોંચ્યા હતા. વતનપ્રેમને સાકાર કરવા સૌમાં થનગનાટ જોવા મળ્યો હતો. સાંજે ડાયરાનુ આયોજન કરાયું હતું. સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને પર્યાવરણ પ્રેમી સવજીભાઈ ધોળકિયા, રાજકોટથી વૃક્ષપ્રેમી સદ્દભાવના વૃદ્ધાશ્રમવાળા વિજયભાઈ ડોબરીયા ઉદ્યોગપતિ પરષોત્તમભાઈ કમાણી, મનસુખભાઇ પાંભર, સહકારી અગ્રણી અરવિંદભાઈ તાગડીયા, અરજનભાઈ રામાણી તેમજ રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત સ્થાયી થયેલા યુવાનોએ હાજર રહી સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...