નરાધમે દુષ્કર્મ આચર્યું:ગોંડલના શેમળા ગામે યુવતી ઓરડીમાં એકલી હતી અને બાજુની ઓરડીમાં રહેતો શખસ ઘૂસ્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી પીંખી નાખી

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મધ્યપ્રદેશ પોલીસે ફરિયાદ લઇ ગોંડલ તાલુકા પોલીસમાં મોકલી

ગોંડલ પાસે આવેલા શેમળા ગામે પરપ્રાંતીય યુવતી પર એક હવસખોરે એકલતાનો લાભ લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગેની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને મળી છે. જોકે મધ્યપ્રદેશ પોલીસે ફરિયાદ લઇ ગોંડલ તાલુકા પોલીસમાં મોકલી હોવાનું તાલુકા પોલીસે જણાવ્યું હતું. ફરિયાદના આધારે આરોપી બીજો કોઇ નહીં પણ બાજુની ઓરડીમાં રહેતો રાજારામ નામનો શખસ જ હતો.

પોલીસે આરોપીની મધ્યપ્રદેશમાં શોધખોળ હાથ ધરી
પોલીસ ફરિયાદ મુજબ મૂળ મધ્યપ્રદેશ રહેતા પરિવારની યુવતી 28 જુલાઇના રોજ શેમળા ફાટક પાસે આવેલી પોતાની ઓરડીમાં એકલી હતી. આ દરમિયાન ધાધલા રાજારામ નામનો શખસ ઓરડીમાં ઘુસી ગયો હતો. એકલતાનો લાભ લઇ હવસખોરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને મધ્યપ્રદેશ પોલીસે ફરિયાદ મોકલી છે. આથી પોલીસે ફરિયાદના આધારે આરોપી શખસની મધ્યપ્રદેશમાં શોધખોળ હાથ ધરી છે. દુષ્કર્મ આચરનાર શખસ પણ બાજુમાં આવેલી અન્ય ઓરડીમાં રહેતો હોવાનું તપાસનીશ PSI.એમ.જે.પરમારે જણાવ્યું હતું.

પાંચ દિવસ પહેલા જ પરિણીતા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી
દિલ્હીમાં બાળકી પર દુષ્કર્મનો બનાવ તાજો જ છે. એવામાં યુપી-બિહાર જેવી ગુંડાગીરી હવે ગુજરાતમાં પણ બનવા લાગી હોય એવી ઘટના ગોંડલમાં પાંચ દિવસ પહેલા બની હતી. જેમાં ગોંડલના ચોરડી ગામે ઝૂંપડામાં રહેતી શ્રમિક પરિણીતાના પરિવાર પર હિંમત લાભુભાઈ ચારોલિયા (રહે. રતનપુર, તાલુકો વઢવાણ), વિજય દેવુભાઈ માથાસુરિયા (રહે. ધોળકા, જિલ્લો અમદાવાદ) તેમજ હબલો લાભુભાઈ ચારોલિયા (રહે. રતનપર)એ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં પરિણીતાનું બુલેટ બાઈકમાં અપહરણ કરીને રતનપર પાસે પ્રથમ હિંમતે બાવળની ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં હબલાએ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી (ફાઇલ તસવીર).
ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી (ફાઇલ તસવીર).

પોલીસે રતનપરથી પરિણીતાને બચાવી હતી
બનાવ અંગે પરિણીતાના પતિ દ્વારા ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે અપહરણનું પગેરું મેળવી રતનપરથી પરિણીતાને બચાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 365, 376, 452, 442, 506, 323, 114 અને GPFની કલમ 135 મુજબ ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર પરિણીતા સગા મામા સાથે લગ્ન કરીને રહેતી હતી અને સંતાનમાં 9 માસનો એક પુત્ર પણ છે.