જાગૃતતા:ગોંડલના ભરૂડી ગામે 100 ટકા વેક્સિનેશન, વયોવૃદ્ધ અને અશક્તોને ઘરે જઈ વેક્સિન આપવામાં આવી હતી

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. - Divya Bhaskar
આરોગ્ય વિભાગની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
  • ગોંડલના ભરૂડી ગામે 100 ટકા વેક્સિનેશન, વયોવૃદ્ધ અને અશક્તોને ઘરે જઈ વેક્સિન આપવામાં આવી હતી

સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે વેક્સિન જ રામ બાણ હોય ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં વેક્સિનને લઈ ભેદ ભરમ પણ ઉદભવે છે. તેમ છતાં ગોંડલ તાલુકાના ભરૂડી ગામે આગેવાનો અને આરોગ્યની ટીમે સમજાવટથી કામ લઈ 100 ટકા વેક્સિનેશન કાર્ય પૂર્ણ કરી સરાહનીય કાર્ય કર્યું છે.

ભરૂડી ગામની વસ્તી આશરે 1400 જેટલી
ગોંડલ તાલુકાના ભરૂડી ગામની વસ્તી આશરે 1400 જેટલી છે, કોરોનાથી બચવા અને ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા વેક્સિનેશન જરૂરી હોય ગામના આગેવાનો અને આરોગ્યની ટીમે સમજાવટથી 100 ટકા વેક્સિનેશન કાર્ય પૂર્ણ કરી બતાવ્યું છે. જે માટે ઇમ્યુનિટી વિકસાવવા વેક્સિનેશન પર વધુને વધુ ભાર મૂકવામાં આવ્યો હતો અને 100 ટકા વેક્સિનેશન માટે ઉપ સરપંચ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, સરપંચ હરિભાઈ દવેરા, ઇન્દુભા જાડેજા , સોનલબેન ડોબરિયા (સી.એચ.ઓ.), રાજદિપભાઈ પરમાર, દિવ્યાબેન પરમાર , દક્ષાબેન સરવૈયાએ જહેમત ઉઠાવી હતી. ભરૂડીમાં 100 ટકા વેક્સિનેશનમાં 18+ 328, 45+ 215, 60+ 95 મળી 638 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે સૂઝબૂઝથી કામ લીધું
વેક્સિનેશનની શરૂઆતમાં નાના એવા ભરૂડી ગામનાં પ્રજાજનોમાં ઘણા ભેદ-ભરમ ઉઠ્યા હતા. પરંતુ આગેવાનોએ અને આરોગ્ય તંત્રે સૂઝબૂઝથી કામ લઈ લોકોને ઘરે ઘરે ગયા હતા. વયોવૃદ્ધ અને અશક્ત 15 જેટલા લોકોને આરોગ્ય તંત્રે ઘરે જઈને વેક્સિન આપી હતી. જેના પરિણામ સ્વરૂપ આજે ગોંડલ તાલુકાનું ભરૂડી ગામ 100% વેક્સિનેશનવાળું બન્યું છે.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)