મહંત આપઘાત કેસ:વિક્રમ સોહલા બે દી’ના રિમાન્ડમાં, હત્યા કેસમાં આરોપીની ધરપકડ સામે સ્ટે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાગદડી ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરુપ્રેમદાસને આપઘાત માટે મજબૂર કરવાના ગુનામાં એક વર્ષથી ફરાર ગાંધીગ્રામના વિક્રમ દેવજી સોહલાને પોલીસે ચોટીલાથી રવિવારે સવારે ઝડપી લીધા બાદ ધરપકડ કરી હતી. દરમિયાન એક વર્ષથી ક્યાં ક્યાં રહ્યો, કોને આશરો આપ્યો, મહંતના આપઘાતના બનાવની વિશેષ માહિતીઓ બહાર લાવવા કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ બી.એમ.ઝણકાટ સહિતનો સ્ટાફ સોમવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો.

જ્યાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યો હતો. જેમાં વિક્રમની પૂછપરછ કરતા બનાવ બાદ તે રાજસ્થાન, અમદાવાદ સહિતના શહેરોમાં રોકાયો હોવાની કેફિયત આપી છે. અમદાવાદથી ખાનગી બસમાં વિક્રમ ચોટીલા આવ્યો હોય અમદાવાદમાં કોને ત્યાં કેટલા દિવસ રોકાયો તેમજ ફરાર અલ્પેશ અને હિતેશની વિગતો જાણવા પૂછપરછ હાથ ધરી છે.

જ્યારે યુનિવર્સિટી રોડ પરની રાધાકૃષ્ણ સોસાયટીના હત્યા કેસમાં અમિત ભાણવડિયા નામના આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. હાઇકોર્ટે ધરપકડ સામે વચગાળાનો મનાઇ હુકમ સાથે આગામી તા.12ના બનાવની તપાસ ચલાવી રહેલા પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...