ખાતરી:વિજયભાઇએ બધા જ નારિયેળ રાજકોટ તરફ ફેંક્યા છે, ચિંતા કરતા નહીં તમામ પ્રોજેક્ટ પૂરા થશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સત્તા પરિવર્તનથી રાજકોટના વિકાસમાં કોઇ બ્રેક નહીં આવે તેવી ઉદ્યોગકારોની બેઠકમાં પાટીલની ખાતરી
  • વેપાર ઉદ્યોગના પ્રશ્નોના નિકાલનો વિશ્વાસ આપ્યો, ઉદ્યોગકારોની ગાંધીનગરમાં સમયાંતરે બેઠક બોલાવાશે

શહેરની હાઇપ્રોફાઇલ હોટેલમાં રાજકોટ, મેટોડા, શાપર સહિતના ઔદ્યોગિક એસોસિએશન દ્વારા પાટીલના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે પાટીલને આવકારવાની સાથે રાજકોટ અને તેની આસપાસની ઔદ્યોગિક વસાહતોની સમસ્યા વિસ્તૃત રીતે રજૂ કરી હતી.

પ્રોફેશ્નલ ટેક્સ, એફએસઆઇ, સૂચિત ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીને રેગ્યુલરાઇઝ કરવી, આઇટી પાર્ક સહિતના પ્રશ્નો બેબાક રીતે મુક્યા હતા. પાટીલે કહ્યું હતું કે, વિજયભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસ કામોના નારિયેળ રાજકોટ બાજું જ ફેંકતા હતા, સત્તાપરિવર્તન બાદ રાજકોટને નવા પ્રોજેક્ટ નહીં મળે તેવી લોકોમાં શંકા ઊઠી હતી પરંતુ રાજકોટના વિકાસના કામમાં કોઇ બ્રેક નહીં આવે, ગ્રાન્ટ પૂરતી મળી રહેશે. ભવિષ્યના પ્રોજેક્ટ માટેનું લિસ્ટ તૈયાર કરી વેપારીઓ અને ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર આવે તો અધિકારીઓ સાથે બેસીને તે ચોક્કસ પ્લાન તૈયાર કરી નવા પ્રોજેક્ટ અપાશે.

નવા મંત્રીઓ કામ કરવા ઉત્સુક છે તેમને કામ સોંપો
​​​​​​​પાટીલે કહ્યું હતું, નવા મંત્રીઓ કામ કરવા ઉત્સુક છે, તેમની પાસે કામ કરાવો, તેના આધારે તે ચૂંટણી લડવા જશે અને તેનું ભવિષ્ય નક્કી થશે. પ્રમુખની આ વાતથી પણ કેટલાક મંત્રીઓની ટિકિટ કપાવવાની ચર્ચા શરૂ થઇ હતી.

ફરસી હાથમાં લઇને કહ્યું, પરશુરામના માતા મારા કુળદેવી
સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત સન્માન સમારોહમાં પાટીલે હાથમાં ફરસી લઇને કહ્યું હતું કે, પરશુરામના માતા રેણુકાદેવી છે. આ રેણુકા માતા અમારા કુળદેવી છે. હર હર મહાદેવના નાદ સાથે હોલ ગુંજી ઊઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...