• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Vijay Rupani Cut The Kite And Said: I Have Never Done The Politics Of Cutting Anyone, I Celebrated The Landing With My Family In Rajkot

પૂર્વ CMએ પેચ લડાવ્યા:વિજય રૂપાણીએ પતંગ કાપી કહ્યું: મેં ક્યારે કોઈની કાપવાની રાજનીતિ નથી કરી, રાજકોટમાં પરીવાર સાથે ઉતરાયણ ઉજવણી કરી

રાજકોટ10 દિવસ પહેલા
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરીવાર સાથે ઉતરાયણ ઉજવણી કરી
  • અમારી પાસે નરેન્દ્ર ભાઈ જેવી જબરદસ્ત પતંગ છે, આગામી ચૂંટણીમાં મોટી બહુમતી સાથે ભાજપની સરકાર બનશે
  • આ પહેલાની બન્ને લહેર પસાર કરી એ રીતે આ ત્રીજી લહેર પણ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે પસાર કરીશું

રાજકોટમાં આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર અને મિત્રો પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જ્યાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે,મેં ક્યારે કોઈની કાપવાની રાજનીતિ નથી કરી, હંમેશા જોડવાનું કામ કર્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે પતંગ ચગાવી હતી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે પતંગ ચગાવી હતી

અમારી પાસે નરેન્દ્ર ભાઈ જેવી જબરદસ્ત પતંગ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં ક્યારેય કોઈની કાપવાની નેગેટીવ રાજનીતિ અપનાવી નથી મેં હંમેશા જોડવાનું કામ કર્યું છે ક્યારેય કોઈને તોડવાનું કામ કર્યું નથી કોઈને કાપવું એ નકારાત્મક રાજનીતિ મારામાં નથી. અમારી પાસે નરેન્દ્ર ભાઈ જેવી જબરદસ્ત પતંગ છે એટલે અમારી સરકાર આગામી ચૂંટણીમાં પણ જંગી બહુમતીથી જીતશે. જેમ આપણે બન્ને લહેર પસાર કરી એ રીતે આ ત્રીજી લહેર પણ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે પસાર કરીશું.

વિજય રૂપાણીએ પુત્ર ઋષભ રૂપાણીએ સાથે પણ ઉતરાયણ ઉજવી
વિજય રૂપાણીએ પુત્ર ઋષભ રૂપાણીએ સાથે પણ ઉતરાયણ ઉજવી

મોટી બહુમતી સાથે ભાજપની સરકાર બનશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે પવન ખૂબ સારો છે અને આગામી સમયમાં દેશ માટે ભારતીય જનતા પાર્ટીનો પવન પણ સારો છે. ભવિષ્ય ભાજપનું જ છે. ગુજરાત સહિત તમામ રાજ્યોમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાંની અસર છે. આવનાર ચૂંટણીમાં દરેક રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સારા મતથી જીત છે અને મોટી બહુમતી સાથે ભાજપની સરકાર બનશે.

આગળ પણ હું બીજેપી માટે એક કાર્યકર્તા તરીકે કામ કરીશ: વિજય રૂપાણી
આગળ પણ હું બીજેપી માટે એક કાર્યકર્તા તરીકે કામ કરીશ: વિજય રૂપાણી

મેં પાર્ટીના કાર્યકર્તા તરીકે જ કામ કર્યું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ કામ કર્યું છે અને આગળ પણ હું બીજેપી માટે એક કાર્યકર્તા તરીકે કામ કરીશ પાર્ટીએ જ્યારે જ્યારે મને જવાબદારી સોંપી છે એમ એ નિભાવી છે.

પાર્ટીએ જ્યારે જ્યારે મને જવાબદારી સોંપી છે એમ એ નિભાવી છે: વિજય રૂપાણી
પાર્ટીએ જ્યારે જ્યારે મને જવાબદારી સોંપી છે એમ એ નિભાવી છે: વિજય રૂપાણી
અન્ય સમાચારો પણ છે...