રાજકોટ ન્યૂડ ડાન્સકાંડ:વીડિયો સપ્ટે. માસના અંતિમ સપ્તાહનો હોય તો દિલ્હીનું કપલ રોકાયાનું નક્કી, જો નહીં હોય તો ફરી તપાસ થશે, FSL પર તપાસનો દડો ફેંકાયો

રાજકોટ17 દિવસ પહેલા
વાઇરલ વીડિયોમાં પોલીસ તપાસમાં હજી કંઇ બહાર આવ્યું નથી.
  • ઇમ્પીરિયલ પેલેસ હોટલનો ન્યૂડ ડાન્સ પાર્ટીનો વાઇરલ થયેલો વીડિયો મામલે ભીનું સંકેલવા પોલીસનો પ્રયાસ
  • દિલ્હીના કપલે શુક્રવાર અથવી શનિવારની રાત્રીએ હોટલના 608 નંબરના રૂમમાં સ્ટે કર્યો હોવાનું સામે આવ્યું

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ખ્યાતનામ હોટલ ઈમ્પીરિયલ પેલેસના રૂમ નંબર 608માં યુવતીનો ન્યૂડ વીડિયો વાઇરલ થયા બાદ એ ડિવીઝન પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી મુખ્ય ત્રણ મુદ્દાને લઇ તપાસ હાથ ધરી છે. જેમાં ચર્ચા મુજબ જો વીડિયો સપ્ટેમ્બર મહિનાનાં અંતિમ સપ્તાહનો હોય તો દિલ્હીનાં કપલ દ્વારા રૂમ નંબર 608માં રોકાયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે માત્ર 4 દિવસના CCTV ફૂટેજ કબ્જે કરી પોલીસ તપાસમાં સંતોષ માની રહી છે અને વીડિયો પુરાવા એકત્ર કરવા માટે FSL ઉપર દડો ફેંકી રહી છે.

પોલીસ મુખ્ય 3 મુદા પર તપાસ કરી રહી છે
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના પોશ વિસ્તાર સમા યાજ્ઞિક રોડ પર આવેલી ખ્યાતનામ હોટેલ ઈમ્પીરિયલ પેલેસ હોટલના રૂમ નંબર 608માં યુવતીનો ન્યૂડ વીડિયો વાઇરલ થયો હતો. જેની પ્રથમ તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને બાદમાં જાણવા જોગ ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાતા આગળ તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. જેમાં પોલીસ મુખ્ય 3 મુદા પર તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન ચર્ચા મુજબ સપ્ટેમ્બર મહિનાના અંતમાં દિલ્હીનું કપલ હોટેલના રૂમ નંબર 608માં રોકાયું હોવાનું સામે આવી રહ્યું છે.

પોલીસે 4 દિવસના જ સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા.
પોલીસે 4 દિવસના જ સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા.

વીડિયો ક્યારે ઉતારવામાં આવ્યો તે અંગેની તપાસ સુધી પોલીસ પહોંચી શકી નથી
રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સી.જે. જોશીએ જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન પોલીસે 23, 24, 25
અને 26 સપ્ટેમ્બર એમ કુલ ચાર દિવસના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે. અને વાઇરલ વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં વીડિયો ક્યારે અને કોણે ઉતાર્યો એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ચર્ચા મુજબ જો વીડિયો શુક્રવાર અથવા શનિવાર રાત્રિના હોવાનું કહેવાય તો આ દિવસ દરમિયાન દિલ્હીના એક કપલે હોટેલના રૂમ નંબર 608માં બે દિવસ સ્ટે કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

વાઇરલ વીડિયો શહેરમાં ટોક એફ ધ ટાઉન બન્યો છે.
વાઇરલ વીડિયો શહેરમાં ટોક એફ ધ ટાઉન બન્યો છે.

વીડિયો ઉતારનારની શોધખોળ કરતી પોલીસ
હાલ વીડિયો ઉતારનારની શોધ કરી વીડિયો FSLમાં મોકલવા માટે કામગીરી કરવામાં આવશે. જો વીડિયો શુક્રવાર અથવા શનિવાર રાત્રિનો હોય તો દિલ્હીનું કપલ રોકાયું હોવાનું અને કોઈ પાર્ટી ન થઈ હોવાનું સ્પષ્ટ થઇ શકે છે. પરંતુ વીડિયો 23, 24, 25 કે 26 સપ્ટેમ્બર પહેલાનો હોય તો ફરી અલગ તપાસ કરવી પડે અને રેકોર્ડ તેમજ સીસીટીવી ફૂટેજ તપાસવા પડે.

ઇમ્પીરિયલ પેલેસ હોટલની સામેના ઉંચા બિલ્ડીંગ પરથી વીડિયો ઉતારવામાં આવ્યાની ચર્ચા.
ઇમ્પીરિયલ પેલેસ હોટલની સામેના ઉંચા બિલ્ડીંગ પરથી વીડિયો ઉતારવામાં આવ્યાની ચર્ચા.

પોલીસે ચાર દિવસના જ સીસીટીવી ફૂટેજ કેમ લીધા?
ત્યારે સવાલ એ છે કે, પોલીસ વીડિયો ઉતારનાર સુધી ક્યારે પહોંચશે અને વીડિયો ક્યારનો છે તે માટે FSLની મદદ લેવામાં આવશે તો આટલા સમય બાદ ફરી જરૂરિયાત ઉદભવે તો CCTV ફૂટેજનું બેકઅપ કેવી રીતે મેળવી શકશે? ઉલ્લેખનીય છે કે માત્ર 4 દિવસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી શા માટે સમગ્ર સપ્ટેમ્બર મહિનાના ફૂટેજ કબ્જે ન કર્યા? આ પણ સવાલ પોલીસની તપાસ સામે સીધી રીતે ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...