રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો:બે લુખ્ખા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, શક્તિનગરમાં મહિલાઓ સાથે ગાળાગાળી કરી, ખુલ્લી તલવારો સાથે રોફ જમાવ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીડિયો વાયરલ થયો હતો - Divya Bhaskar
વીડિયો વાયરલ થયો હતો

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથડતી જોવા મળી રહી છે. શહેરમાં ખાખીનો કોઈ ખોફ ન હોય તે રીતે આવારા અને લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલe શક્તિનગર સોસાયટીમાં બે લુખ્ખા તત્વો ખુલ્લી તલવાર સાથે સોસાયટીમાં રોફ જમાવતા અને છરી વડે હુમલો કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી રહિમની તસવીર
આરોપી રહિમની તસવીર

મહિલાઓ સાથે ગાળાગાળી કરી
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુમાફિયાના ત્રાસની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં વધુ એક સોસાયટીમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શક્તિનગર સોસાયટીમાં બે શખ્સો ખુલ્લી તલવાર સાથે ઘસી આવી મહિલાઓ સાથે ગાળાગાળી કરતા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

પોલીસે બંને આરોપીની ધરપકડ કરી
રાજકોટ તાલુકા પોલીસ દ્વારા વાઇરલ વીડિયો અંગે તપાસ કરતા આ વીડિયો શક્તિનગર સોસાયટીમાં મારામારીની ઘટના બની તે સમયનો હોવાનું અને વીડિયોમાં ખુલ્લી તલવાર સાથે દેખાતા બંને શખ્સોના નામ રહીમ ઉર્ફે જામનગરી સાંઘ અને રાજેશ ઉર્ફે રાજુ મકવાણા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ બન્ને શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી તલવાર કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...