તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વિડીયો:રાજકોટમાં કોરોના ટેસ્ટ કરાવવાની મનાઇ ફરમાવતા મેડિકલ ઓફિસરનો વિડીયો વાઈરલ, કહ્યું - તમને કોઈ ટેસ્ટિંગની જરૂર નથી

રાજકોટ4 મહિનો પહેલા
વિડીયોમાં મેડિકલ ઓફિસરે દાઢી પર માસ્ક લગાવ્યું છે 
  • 150 ફૂટ રીંગરોડ પરના બુથની ઘટના, ટેસ્ટિંગ બુથ પર દર્દીના ટેસ્ટ કરનાર કર્મચારીએ જ નથી પહેર્યું માસ્ક
  • વિડીયોમાં મેડિકલ ઓફિસરે દાઢી પર માસ્ક લગાવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે વધુને વધુ લોકોનું ટેસ્ટિંગ અને વેકસીનેસન થાય તે માટે સૂચના આપવામાં આવી છે ત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ બાલાજી હોલ નજીક ના ટેસ્ટિંગ બુથ પર ટેસ્ટ કરાવવા જતા એક યુવાનને મેડિકલ ઓફિસરે ટેસ્ટિંગની મનાઇ ફરમાવતો વિડીયો સોશીયલ મીડિયામાં વાઇરલ થયો છે.ત્યારબાદ યુવાને અન્ય બુથ પર ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.

યુવાનનો રિપોર્ટ
યુવાનનો રિપોર્ટ

યુવાન અને મેડિકલ ઓફિસર વચ્ચે બોલાચાલી પણ થઇ હતી
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસારપાલનપુર ખાતે નોકરી કરતા દિવ્યેશ પરમારના મિત્રનો 14 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેને પ્રાથમિક દવા લીધી હતી જો કે બાદમાં મંગળવારે રાજકોટ આવી કોરોના ટેસ્ટ કરાવવા જતા બાલાજી હોલ નજીક ટેસ્ટિંગ બૂથ પર ટેસ્ટિંગ કરાવવાનું કહેતા મેડિકલ ઓફિસરે યુવાનને કહ્યું કે તમને કોઈ ટેસ્ટિંગ ની જરૂર નથી જે બાદ યુવાન અને મેડિકલ ઓફિસર વચ્ચે બોલાચાલી પણ થઇ હતી.

ટેસ્ટિંગ બુથ પર દર્દીના ટેસ્ટ કરનાર કર્મચારીએ જ નથી પહેર્યું માસ્ક
ટેસ્ટિંગ બુથ પર દર્દીના ટેસ્ટ કરનાર કર્મચારીએ જ નથી પહેર્યું માસ્ક

વિડીયોમાં મેડિકલ ઓફિસરે દાઢી પર માસ્ક લગાવ્યું છે
આ વિડીયોમાં મેડિકલ ઓફિસરે દાઢી પર માસ્ક લગાવ્યું છે. તો અન્ય ઓફિસરે તો માસ્ક પહેર્યું જ નથી. બાલાજી હોલ ખાતે બુથ પર મેડીકલ ઓફિસર સાથે બબાલ થતા ત્યારબાદ યુવાન સાધુવાસવાણી રોડ પરના ટેસ્ટિંગ બુથ પર જઇ ટેસ્ટ કરાવતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે દરેક લોકોને ગંભીર લક્ષણો હોય તેવું જરૂરી નથી ઘણા લોકોને એ સિમટોમિક માઇલ્ડ સીમટોમ્સ પણ હોય આવું ખુદ આરોગ્ય વિભાગ જણાવે છે ત્યારે આ રીતે લોકોને ટેસ્ટિંગ માટે મનાઇ ફરમાવવું કેટલું યોગ્ય એ પણ મોટો સવાલ છે. ઉલ્લેખનિય છે કે આ વિડીયો વાઇરલ બાદ તંત્ર દ્વારા કોઇ એક્શન લેવામાં આવેલ નથી પરંતુ આજ રીતે ટેસ્ટિંગ ની જરૂર નથી કહી લોકોને ઘરે મોકલી દેવામાં આવે અને તે અજાણતામાં સંક્રમણ વધુ ફેલાવે તો જવાબદાર કોણ ??

અન્ય સમાચારો પણ છે...