તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનો ખૌફ ઓસર્યો:રાજકોટમાં ફરી એક વાર લોકઅપનો વીડિયો વાઈરલ, કિંગ લખી સોશિયલ મીડિયા પર મુક્યો, કાયદો-વ્યવસ્થાના લીરેલીરા

રાજકોટએક મહિનો પહેલા
  • પ્ર.નગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ વીડિયો બનાવી વાઇરલ કર્યો

રાજકોટ શહેરમાં આવારા તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી રહ્યાં છે. હજુ 18 દિવસ પહેલા રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બે આરોપી લોકઅપમાં હતા એ સમયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યાં આજે ફરી શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં લૂંટના કેસમાં પકડાયેલા આરોપી રાહિલ સુમરાએ લોકઅપનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી પોલીસને પડકાર ફેંક્યો છે. આ વિડિયોમાં કિંગ લખી આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા વિડિયો ઉતારનાર તેમજ રાહિલ સુમરા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ખાખીનો ખૌફ ઓસરી ગયાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે રાજકોટની મધ્યસ્થ જેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોબાઇલ, તમાકુ, ફાકી, સીમકાર્ડ કે ચાર્જર મળી આવે છે. આથી જેલમાં જ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોવાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠે છે. ત્યારે આજે આરોપીઓએ લોકઅપમાં જ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા ખાખીનો ખૌફ ઓસરી ગયાની ચર્ચા થઇ રહી છે.

આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
આ જ પ્રકારનો વીડિયો 18 દિવસ પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનના લોકઅપની અંદર બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત ભક્તિનગર પોલીસ દ્વારા IT એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચાર જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત બે જેટલા આરોપીઓ પકડાઇ ચૂક્યા છે જ્યારે કે બે જેટલા આરોપીઓને હજુ પણ શોધખોળ શરૂ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો