ગોંડલ:કોરોના પોઝિટિવમાંથી સ્વસ્થ થયેલ SRP જવાન સાથે Dy.SPએ ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ 

ગોંડલએક વર્ષ પહેલા
SRP જવાન ગોહિલ પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ.

ગોંડલ એસઆરપી ગ્રુપ આઠમાં ફરજ બજાવતા અને થોડા સમય પહેલા કોરોના પોઝિટિવમાંથી સ્વસ્થ થયેલ જવાન સાથે Dy.SP દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાનો વિડિયો વાઇરલ કરતાં એસ.આર.પી કેમ્પસમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પહેલાં અમદાવાદ ખાતે ફરજ પર કોરોના પોઝિટિવ થયેલ SRP ગૃપ આઠના ગોહિલ પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ દ્વારા એક વિડીયો વાયરલ કરાયો છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રાઉન્ડ પર ફિઝિકલ ફિટનેસ દરમિયાન Dy.SP ચૌધરી દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે, જે કોન્સ્ટેબલો ને અન્યાયકર્તા છે.

વિડીયો વાયરલ થવા અંગે Dy.SP ચૌધરીએ જણાવ્યું હતું કે, ફિઝિકલ ફિટનેસ તબીબી પરિક્ષણથી પણ થતી હોય છે જેમાં ગોહિલ પૃથ્વીરાજસિંહ અનફિટ થયા હતા. જેથી તેમને લાગી આવ્યું હોય તેણે વીડિયો વાયરલ કર્યો છે. વાસ્તવિકતામાં ગેરવર્તણૂકની કોઈ બાબત જ નથી.