તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગદડી મહંત આપઘાતકેસ:આપત્તિજનક વીડિયો સામે આવ્યો, આરોપીએ યુવતી સાથે બાપુનો વીડિયો ઉતારી કહ્યું'તું-ચાલો વીડિયો ઊતરી ગયો, હવે બહાર નીકળો

રાજકોટ7 દિવસ પહેલા
1 જૂનના રોજ મહંતે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
  • ખોડિયારધામ આશ્રમના મહંત યુવતીને રાત રોકાઇ જવા કહેતા હતા

રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાતકેસ પરથી પોલીસે પડદો ઊંચકી લીધો છે. મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકીએ જ હનીટ્રેપમાં ફસાવવા માટે યુવતીનો ઉપયોગ કર્યો હતો. મહંતનો યુવતી સાથેનો આપત્તિજનક વીડિયો સામે આવ્યો છે. આ આપત્તિજનક વીડિયોમાં મહંતની ભત્રીજીની ભૂમિકા હોવાની પણ શંકા સેવાય રહી છે. ભત્રીજાએ જ યુવતી પાસે વીડિયો બનાવી બાપુને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. વીડિયો બન્યા બાદ આરોપીએ કહ્યું હતું કે, ચાલો વીડિયો ઊતરી ગયો છે, હવે નીકળો.

દેવ હોસ્પિટલના ડોક્ટરનું પણ નિવેદન નોંધાશે
આપત્તિજનક વીડિયોમાં બાપુ સાથે રહેલી યુવતીએ પોલીસને નિવેદન આપ્યું છે કે મહંત સતત રાત્રે આશ્રમમાં રોકાય જવાનું કહેતા હતા. મહંત ક્યાં કારણોથી યુવતીને આશ્રમમાં રોકાવાનું કહેતા હતા એ અંગે સ્પષ્ટ થયું નથી. મહિલાએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતાં તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આરોપી વિક્રમ સોહલાએ મહંતને લાકડી દેખાડી તેના પુરાવા પણ મળ્યા છે. મહંતનો આપઘાત છુપાવવા ટ્રસ્ટના અમુક હોદ્દેદારોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. દેવ હોસ્પિટલે આપઘાતને બદલે હાર્ટ-અટેકથી મોત થયાનું સર્ટિફિકેટ આપતાં પોલીસ ડો.નિમાવતની પણ પૂછપરછ કરશે. હાલ પોલીસની ચાર ટીમ આ કેસમાં કામે લાગી છે.

મહંત યુવતીને રાત્રે આશ્રમમાં રોકાઈ જવા કહેતા હતા.
મહંત યુવતીને રાત્રે આશ્રમમાં રોકાઈ જવા કહેતા હતા.

મહંતના યુવતી સાથેના આવા 6 આપત્તિજનક વીડિયો
પોલીસે ખોડિયાર આશ્રમના 6 ટ્રસ્ટી સહિત 1 ડઝન લોકોની પૂછપરછ કરી છે તેમજ મહંતના અસ્થિ અને કપડાં સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી FSL દ્વારા ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે. મહિલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા વીડિયો ઉતાર્યો હતો. વીડિયોની અંતિમ 30 સેકેન્ડમાં ચાલો વીડિયો ઊતરી ગયો છે, હવે નીકળો એવું પણ કોઈ બોલતું હોય એવું સંબળાય છે. મહંતના મહિલા સાથેના આવા 6 આપત્તિજનક વીડિયો છે. હાલ એક વીડિયો બહાર આવ્યો છે.

આરોપીઓના ઘર પર દરોડા, પરિવારની પૂછપરછ
મહંતને મરવા મજબૂર કરવાના ગુનામાં નાસી છૂટેલા આરોપીઓ અલ્પેશ, હિતેશ અને વિક્રમને પકડવા માટે પોલીસે તેમના ઘરે, વાડી, ફાર્મહાઉસ સહિતનાં સ્થળોએ દરોડા પાડ્યા છે તેમજ પરિવારજનોને બોલાવી તેમનું લોકેશન મેળવવા પૂછપરછ હાથ ધરી છે. બનાવ મોડેથી જાહેર થયો હોવાથી આરોપીઓ ગુજરાત બહાર ભાગી ગયા હોય એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોપી હિતેષ અને અલ્પેશ.
આરોપી હિતેષ અને અલ્પેશ.

શું છે સમગ્ર મામલો
રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂને થયેલું મૃત્યુ કુદરતી નહોતું, પરંતુ મહંતે તેના કૌટુંબિક ભત્રીજા અને જમાઇ સહિત ત્રણ શખસના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ધડાકો પોલીસ તપાસમાં થયો હતો. ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલાં મહંત પાસે બે યુવતીને છ વખત મોકલી તેનું વીડિયો શૂટિંગ કરી લીધું હતું અને તેના આધારે મહંતને બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા અને આશ્રમ પચાવી પાડવા માટે રાજકોટના શખસની સાથે મળી દબાણ કરતા હોય મહંતે આપઘાત કર્યો હતો. પોલીસે ત્રણ શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પરિવારે અંતિમવિધિ પણ કરી નાખી હતી.
પરિવારે અંતિમવિધિ પણ કરી નાખી હતી.

હાર્ટ-અટેકથી મોત થયાનું જાહેર કરી પરિવારે અંતિમવિધિ કરી નાખી
મહંતનું મૃત્યુ હાર્ટ-અટેકથી થયાનું તેના કૌટુંબિક ભત્રીજા કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપ સોલંકી અને સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતા તેના બનેવી હિતેષ લખમણ જાદવ સહિતનાઓએ જાહેર કરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમની અંતિમવિધિ કરી નાખી હતી. જોકે ઘટનાના બે દિવસ બાદ આશ્રમના ઉપરના રૂમમાંથી મહંત જયરામદાસે લખેલી 20 પાનાંની સુસાઇડ નોટ મળી આવી હતી. એ સુસાઇડ નોટ પોલીસને મળતાં કુવાડવાના પીઆઇ એન.એન.ચૂડાસમા સહિતના સ્ટાફે તપાસ કરતાં જયરામદાસનું મૃત્યુ કુદરતી રીતે નહીં, પરંતુ તેમણે આપઘાત કર્યાનું ખૂલ્યું હતું.

મહંત 17 વર્ષથી આશ્રમમાં રહેતા.
મહંત 17 વર્ષથી આશ્રમમાં રહેતા.

જયરામદાસ બાપુ 17 વર્ષથી આશ્રમમાં રહેતા હતા
સુસાઇડ નોટના આધારે આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ જેશાભાઇ લીંબાસિયાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે અલ્પેશ સોલંકી, હિતેષ જાદવ અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વિક્રમ દેવજી સોહલાનાં નામ આપ્યાં હતાં. ફરિયાદમાં જણાવ્યું હતું કે જયરામદાસ 17 વર્ષથી ઉપરોક્ત આશ્રમમાં રહેતા હતા અને આશ્રમના ટ્રસ્ટમાં તેના કૌટુંબિક ભત્રીજા અલ્પેશ અને તેના બનેવી હિતેષને ટ્રસ્ટી બનાવ્યા હતા.

રાજકોટનો વિક્રમ સોહલા હિતેશ અને અલ્પેશને મદદ કરતો તથા મહંતને માર મારતો હતો.
રાજકોટનો વિક્રમ સોહલા હિતેશ અને અલ્પેશને મદદ કરતો તથા મહંતને માર મારતો હતો.

વીડિયોના આધારે આરોપીઓ બાપુને બ્લેકમેઇલ કરી પૈસા પડાવતા હતા
બે વર્ષ પહેલાં સાળા-બનેવીએ મહંત પાસે છ વખત બે યુવતીને મોકલી હતી અને જયરામદાસ તથા યુવતીઓનો છ વખત વીડિયો ઉતારી લીધો હતો, વીડિયો ઉતાર્યા બાદ અલ્પેશ, હિતેશ અને તેનો મિત્ર વિક્રમ સોહલા જયરામદાસને વીડિયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. બે વર્ષમાં 20 લાખ જેવી રકમ પડાવી લીધી હતી અને હવે આશ્રમ પર કબજો જમાવવા મહંત પર દબાણ કરતા હોઈ, તેમના ત્રાસથી કંટાળી મહંતે આપઘાત કરી લીધો હતો. પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.