તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિજય પ્લોટનો ‘ઘોડો’ હથિયાર અને કારતૂસ સાથે પકડાયો

રાજકોટ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મનહર પ્લોટના પુલ પાસેથી ઉઠાવી લીધો, આરોપી હથિયાર વેચવાની પેરવીમાં જ હતો

શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે ગેરકાયદેસર હથિયાર તેમજ જીવતા કારતૂસ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. મનહર પ્લોટ-7માં આવેલા પુલ પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે અને વેચવાની પેરવીમાં હોવાની એસીપી ક્રાઇમની ટીમના એએસઆઇ આર.કે.જાડેજા, સી.બી.જાડેજાને માહિતી મળી હતી. જેના આધારે તુરંત મનહર પ્લોટ દોડી જઇ માહિતી મુજબના શખ્સને પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતા તે વિજય પ્લોટ-9માં રહેતો હાર્દિક ઉર્ફે ઘોડો પ્રવીણ સોલંકી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની તલાશી લેતા નેફામાંથી એક સાડા છ ઇંચ લાંબી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. તેમજ પેન્ટના ખિસ્સામાંથી બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

હથિયાર અંગે પૂછપરછ કરતા હાર્દિક ઉર્ફે ઘોડો ગેંગેંફેંફેં કરવા લાગ્યો હતો. જેથી તેને પોલીસમથક લઇ જવાયો હતો. પોલીસ સકંજામાં સપડાઇ ગયેલા હાર્દિકની આકરી પૂછપરછ કરતા તે લોહાનગરમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે. આ હથિયાર પંદર દિવસ પહેલા એક બબલુ ભૈયા નામના શખ્સ પાસેથી રૂ.10 હજારમાં ખરીદી કરી હતી. અને તે ઊંચા ભાવે વેચવા ગ્રાહક શોધતો હતો ત્યારે સકંજામાં સપડાઇ ગયાની કબૂલાત આપી છે. અગાઉ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા હાર્દિકને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

ઘોડેસવારીનો શોખ હોવાથી ઉપનામ ‘ ‘ઘોડો’
ગુનેગારો મોટા ભાગે તેનાં ઉપનામથી ઓળખાતા હોય છે. ત્યારે ગેરકાયદેસર હથિયાર સાથે પોલીસે પકડેલો હિતેશ ઘોડોના ઉપનામથી ઓળખાય છે. આ અંગે પોલીસે પૂછપરછ કરતા તેને નાનપણથી ઘોડેસવારીનો શોખ હોય મિત્રો બધા તેને હિતેશને બદલે ઘોડો કહીને બોલાવતા હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો