તલાટી મંત્રીઓનું CMને અલ્ટીમેટમ:રાજકોટમાં ઉપપ્રમુખે કહ્યું: પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ શરુ થશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારને ચેતવણી આપી રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારવામા આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે સમાધાન થયા બાદ પણ નવ મહિનાથી એક પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આખરે અચોક્કસ મુદતની હડતાલ પર જવા નિર્ણય લેવામાં આવ્યો છે અને 1 ઓગસ્ટ સુધીમાં સરકાર કોઇ નકર પગલાં નહિ લે તો આગામી 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવશે.

રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનું એલાન
રાજકોટમાં ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના ઉપપ્રમુખ ચિરાગભાઈ ગેરૈયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા ફરી એક વખત હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 2 ઓગષ્ટથી પંચાયતના તલાટીઓની રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ફીકસ પગારની સળંગ નોકરી ગણવી, સર્કલ ઇન્સ્પેકટરની જગ્યાઓને વિસ્તરણ અધિકારીની જગ્યામાં અપગ્રેડ કરીને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો, મહેસુલ અને પંચાયત તલાટીનો અલગ જોબ ચાર્ટ કરવો, પંચાયત વિભાગ સિવાઇની અન્ય કામગીરી તલાટીને ન સોંપવા વગેરે માંગણીઓનો સમાવેશ થાય છે.

તલાટી મંત્રી સંવર્ગની થતી સતત અવગણના
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી તલાટી મંત્રી કેડરને થતાં અન્યાય તથા તલાટી મંત્રી સંવર્ગની થતી સતત અવગણનાથી રાજ્યના તમામ તલાટી મંત્રીઓ હતાશાની લાગણી અનુભવી રહ્યા છે અને આ બાબતે નવી સરકાર બનતા તા.05-10-2021ના રોજ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, નાણામંત્રી, કૃષિ મંત્રી, મહેસુલ મંત્રી તથા સી.આર.પાટીલ વગેરે જોડે મિટિંગ કરાવી અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિકાલ આવે તેવું કહેવામાં આવેલ પરંતુ નવી સરકાર બન્યા બાદ આજે નવ મહિનાનો સમય થયો હોવા છતાં તલાટી કમ મંત્રીઓને આજની તારીખમાં લાભ મળેલ નથી. જેથી આ તમામ માગણીઓનું સકારાત્મક નિવારણ લાવી તલાટી મંત્રીઓનો આત્મવિશ્વાસ વધે તેમ કરવા અનુરોધ છે.

અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની કારોબારી તારીખ 9 જુલાઈના રોજ શનિવારે કારોબારી સભામાં નક્કી કરવામાં આવ્યું હતું કે, અમારા પ્રશ્નોનું તારીખ 1 ઓગસ્ટ સુધીમાં આ પ્રશ્નોનો નિકાલ નહિ આવે તો તા. 2 ઓગસ્ટ 2022 ના રોજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે.