વિકાસના હસ્તાક્ષર:વાઈબ્રન્ટ ગુજરાતમાં રૂ.1500 કરોડના MOU , સૌરાષ્ટ્રનું પ્રથમ ટોયઝ, ટેક્સટાઇલ્સ અને IT પાર્ક રાજકોટ પાસે બનશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કોમન ફેસિલિટી સેન્ટર, લેબોરેટરીની સુવિધા ઘરઆંગણે જ મળી રહેશે
  • 8 હજારથી વધુ નવી રોજગારીનું સર્જન થશે, રાજકોટના ઉદ્યોગપતિએ એમ.ઓ.યુ. કર્યા

સૌરાષ્ટ્રમાં ટોયઝ, ટેક્સટાઈલ્સ અને આઇટી ઉદ્યોગને હવે ઘરઆંગણે જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કોમન ફેસિલિટી સેન્ટર અને લેબોરેટરીની સુવિધા મળી રહેશે. રાજકોટના ઉદ્યોગકાર મનીષભાઈ મદેકાએ આ અંગે પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાતમાં રૂ.1500 કરોડના એમ.ઓ.યુ. કર્યા છે. ટોયઝ, ટેક્સટાઇલ્સ અને આઈટી પાર્ક હવે ગોંડલમાં બનશે તેમ ઉદ્યોગપતિ મનીષભાઈ મદેકાએ જણાવ્યું છે. આ ફેસિલિટી શરૂ થતા અંદાજિત 8 હજારથી વધુ લોકોને રોજગારી મળશે.રાજકોટની

પ્રથમ કંપનીના આ પ્રકારના એમ.ઓ.યુ. વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત કર્યા છે. ગોંડલમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે આવતા દૈનિક આવક 1 હજાર ક્વિન્ટલની ઉપર થાય છે. એ સિવાય ગોંડલમાં જીનિંગ અને સ્પિનિંગ બન્ને આવેલી છે. જેને કારણે દેશભરના વેપાર અહીં થાય છે. ટેક્સટાઈલ્સ પાર્ક બનવાથી આ ક્ષેત્રમાં નવી કંપની આવવાની અને નવી રોજગારીનું સર્જન થશે. જ્યારે ટોયઝ પાર્ક બનવાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બહેનોને સાૈથી વધુ રોજગારી મળશે.

કારણ કે, આ ટોયઝ ઈન્ડસ્ટ્રીઝમાં કોઇ સ્કિલની જરૂર રહેતી નથી અને આ ક્ષેત્રમાં સૌથી વધુ બહેનો કામ કરી શકે છે. જ્યારે કોરોના બાદ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં અનેક નવી આઈટી કંપની આવી છે. તેમજ એમ.એસ.એમ.ઈ. એકમોમાં પણ ટેક્નોલોજીનો વપરાશ વધતો જાય છે. તેથી આઇટી પાર્ક બનશે તો ઘરઆંગણે તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહેશે.આ ગામી બે-ત્રણ વર્ષમાં પાર્ક શરૂ થઈ જશે અને પાર્કમાં કોમન ફેસિલિટી સેન્ટર, રિસર્ચ સેન્ટર અને લેબની સુવિધા હોવાથી તમામ પ્રકારના ઉદ્યોગકારો તેનો લાભ લઇ શકશે.

આ ત્રણેય ઈન્ડસ્ટ્રીઝ અંગે હાલમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ તેમજ લેબોરેટરીની પૂરતી સુવિધા નહિ મળવાથી સૌરાષ્ટ્ર અથવા તો ગુજરાત બહાર જવું પડે છે. જેમાં ઘણો સમય નીકળી જાય છે. પાર્ક બન્યા બાદ કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ નીચે આવશે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આ ત્રણ પાર્ક બનશે. આ પ્રકારના પાર્ક બનવાથી રાજકોટના તમામા ઔદ્યોગિક એકમોને ફાયદો થશે.નવી કંપની આવશે અને સાથે- સાથે મુડી રોકાણ વધશે.

ઉપરાંત વિદેશ વ્યાપાર વધશે. નવા એકમો આવવાથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને સૌથી વધુ રોજગારી મળશે. જેતપુર અને જામનગરમાં બાંધણીના સાડી અને ડ્રેસનું ઉત્પાદન થાય છે. તો ટેકસ ટાઈલ્સ બનવાથી આ શહેરોના ઉદ્યોગોને રિસર્ચ માટે જે અન્ય શહેરોમાં જવુ પડતું હતુ તેનુ કામ અંહિ જ પુરૂ થઈ જશે અને સમય તથા નાણા બનીબન્નેીબ બચત થશે.

અન્ય સમાચારો પણ છે...