તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પડધરી તાલુકાના ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે દર્દીઓમાંથી સેમ્પલ લેવાને બદલે મેડિકલ ઓફિસર સહિતના કર્મચારીઓએ માત્ર ટ્યૂબ લેબ ટેસ્ટ માટે મોકલી આપી હતી. કામ કર્યા વગર ગેરકાયદે રજા રાખીને તે દિવસોમાં ટાર્ગેટ પૂરા કરવા માટે આ ષડ્યંત્ર કરાયું હતું જે ભાસ્કરના સ્ટિંગમાં બહાર આવતા 3 કર્મચારીઓને ફરજમુક્ત કરાયા છે. આ આરોગ્ય કેન્દ્ર હેઠળ 17 ગામ આવે છે અને બધા ગામોમાં ટીમ ઉતારી દેવાઈ છે અને જેટલા પણ ટેસ્ટ કરાયા છે તે નામોનું વેરિફિકેશન થઈ રહ્યું છે.
ખોડાપીપર ગામે જ આ ધતિંગ ચાલતું હતું તેથી ખરેખર સ્ટાફે સર્વેલન્સ કર્યું છે કે નહિ તેના પર પણ પ્રશ્નો ઊભા થયા છે આ કારણે જિલ્લા કલેક્ટરે આ કેન્દ્ર હેઠળના તમામ ગામોમાં સર્વેલન્સ તેમજ વેરિફિકેશન માટે ટીમ ઉતારી છે. બીજી તરફ સેમ્પલ આ રીતે મોકલવાની યુક્તિ પોતે વિચારી હતી કે પછી બીજા કોઇ કેન્દ્રમાંથી શીખીને કામ કર્યું હતું તેનો જવાબ હજુ સુધી ડો.સાગર ડોબરિયા, દિપ્તીબેન ખાખરિયા કે પછી ડો.પ્રફુલ ઠુંમરે જણાવ્યું નથી. તેથી બીજા કેન્દ્રોમાં પણ આ ધતિંગ ચાલતું હોવાની પૂરી શક્યતા છે.
આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ દરેક તાલુકામાંથી લેવાયેલા સેમ્પલના નામોની ચકાસણી કરવા આદેશ કર્યો છે અને આ મામલે તાલુકા આરોગ્ય અધિકારીઓને સૂચના આપી છે તેમજ મંગળવારથી તપાસ શરૂ કરાશે તેવું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
સિવિલ ઉપરાંત તાલુકાકક્ષાએ પણ ચકાસણી હાથ ધરાશે
જિલ્લા કલેક્ટરે સેમ્પલ કાંડ બાદ તબીબોની ખાસ ટીમ બનાવી છે જે રોજ આવતા સેમ્પલમાંથી 10 ટકા નામો પસંદ કરી ખરાઈ કરશે. જોકે જિલ્લા પંચાયતે પણ પોતાની સિસ્ટમ વિકસાવી છે કે જ્યારે પણ સેમ્પલ મોકલાશે ત્યારે તાલુકા આરોગ્ય અધિકારીઓ જ 10 ટકા નામો રેન્ડમ પસંદ કરી ખરાઈ કરશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.