એડમિશન:એક્સટર્નલ કોર્સમાં ફોર્મનો આજે છેલ્લો દી’, 12મીએ વેરિફિકેશન

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 14 હજારથી વધુ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બીકોમ, એમએ, એમકોમ એક્સ્ટર્નલ કોર્સમાં એડમિશન લેવા 8થી 28 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવી રહ્યા હતા પરંતુ છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હોવાથી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં 8થી 10 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે ફોર્મ ભરવાના બાકી વિદ્યાર્થીઓ માટે ફરી પોર્ટલ ખોલ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે.

અત્યાર સુધીમાં અંદાજિત 14 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે તેમને વેરિફિકેશન માટે 12મીએ યુનિવર્સિટીએ આવવાનું નક્કી કરાયું છે. યુજી સેમેસ્ટર 5 અને 3 તથા પીજી સેમેસ્ટર-3ના ફોર્મ ભરવા માટે તારીખ 2 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી પરીક્ષા ફોર્મનું પોર્ટલ ખુલ્લું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી જતા કોલેજોમાંથી રજૂઆતો આવી હોવાથી ફોર્મ ભરવા માટે ફરી તારીખ 8થી 10 સપ્ટેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા નિર્ણય કર્યો હતો.

એક્સ્ટર્નલ કોર્સના ફોર્મ તારીખ 8 ઓગસ્ટથી ઓનલાઈન ભરાવવાના શરૂ થયા ત્યારે શરૂઆતના દિવસોમાં માત્ર બે જ દિવસમાં 2800થી વધુ ફોર્મ ભરાઈ જતા એક્સ્ટર્નલ કોર્સમાં વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી તારીખ લંબાવવા માંગ ઊઠી હતી જેના પગલે યુનિ. દ્વારા 8થી 10 સપ્ટેમ્બર સુધી એક્સ્ટર્નલના ફોર્મ ભરવાના બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી પોર્ટલ ખોલ્યું હતું. ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓ યુનિ.ની વેબસાઈટ ઉપર બીએ, બીકોમ, એમએ, એમકોમના ફોર્મ ભરી શકશે.

યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે સંભવિત ઓક્ટોબર/ડિસેમ્બર-2022 અથવા જાન્યુઆરી-2023માં લેવાનાર બીએ, બીકોમ સેમેસ્ટર 1,3,5 તેમજ એમએ (ઓલ), એમએ (એજ્યુકેશન), એમ.એ (ગાંધીયન) સેમેસ્ટર 1,3 ફ્રેશ તથા રિપિટર બાહ્ય પરીક્ષાના ફોર્મ તારીખ 8થી 10 સપ્ટેમ્બર સુધી યુનિ.ની વેબસાઈટ https://external.saurashtrauniversity.co.in પરથી ભરી શકાશે. જે વિદ્યાર્થીઓએ વેરીફિકેશન માટે આવવાનું થતું હોય તેમણે 12 સપ્ટેમ્બરના ફોર્મમાં દર્શાવેલા ડોક્યુમેન્ટ સાથે લઈને આવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...