કામગીરીથી અસર:આવતા સપ્તાહે બે દિવસ વેરાવળ-જબલપુર ટ્રેન ડાઈવર્ટ રૂટથી દોડશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોપાલ ડિવિઝનના માલખેડી-ગુણા સેક્શનમાં કામગીરીથી અસર

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર અને ભોપાલ ડિવિઝનના માલખેડી-ગુણા સેક્શનમાં આવેલ માલખેડી-મહાદેવખેડી સ્ટેશન વચ્ચે ડબલિંગ કામ માટે સૂચિત બ્લોકને કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો વ્યવહાર પ્રભાવિત થશે. 12 અને 14 નવેમ્બરના રોજ આ ટ્રેન ડાઇવર્ટ કરેલા રૂટ પર ચાલશે.

12 અને 14 નવેમ્બરના રોજ વેરાવળથી ઉપડનારી ટ્રેન વાયા બીના-કટની મુરવારાને બદલે વાયા ભોપાલ-ઈટારસી થઈને દોડશે. જ્યારે જબલપુરથી 11, 14 અને 18 નવેમ્બરના રોજ ઉપડનારી ટ્રેન જબલપુર-વેરાવળ એક્સપ્રેસ વાયા કટની મુરવારા-બીનાને બદલે ઈટારસી-ભોપાલ થઈને દોડશે.

રાજકોટ-જૂનાગઢ વચ્ચે 4 દી’ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
જૂનાગઢમાં આયોજિત પરિક્રમાને ધ્યાનમાં રાખીને રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન આજથી 8 નવેમ્બર સુધી દોડાવાશે.જેમાં રાજકોટથી સવારે 10.40 કલાકે ટ્રેન ઉપડશે અને બપોરે 12.45 કલાકે જૂનાગઢ પહોંચશે. જ્યારે રિટર્નમાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે 3.30 કલાકે ઉપડશે અને સાંજે 5.55 કલાકે રાજકોટ પહોંચશે. 7 નવેમ્બર સિવાય બાકીના દિવસોમાં વધારાની ટ્રેન દોડશે.

ગિરનાર પરિક્રમાને લઈને ST વધારાની બસ દોડાવશે
ગિરનાર પરિક્રમાનો પ્રારંભ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો આ પરિક્રમા કરવા જાય છે. આ વધારાના ટ્રાફિકને પહોંચી વળાય તે માટે એસટી વધારાની બસ દોડાવશે. રાજકોટ એસટી વિભાગીય નિયામક જે.બી. કલોતરાના જણાવ્યાનુસાર કુલ વધારાની 55 બસ દોડાવવામાં આવી રહી છે. સવારથી લઈને રાત સુધી તબક્કાવાર આ વધારાની બસ મળી રહેશે. જોકે દિવાળીમાં પણ વધારાની બસ મુકવામાં આવી હતી. જેમાં પૂરતો ટ્રાફિક મળી રહ્યો હતો અને આવક પણ વધી હતી.

અન્ય સમાચારો પણ છે...