• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Vehicles Stranded At Bapasitaram Chowk, Vehicles Fell Into A Ditch, Water Seeped Into A House In Gayatri Nagar, See Scenes Of Tense 'development'

રાજકોટમાં વરસાદનો કહેર:બાપાસીતારામ ચોક પર ગાડીઓ તણાઈ, વાહનો ખાડામાં પડ્યાં, ઘરોમાં પાણી ઘૂસ્યાં, જુઓ તણાતા 'વિકાસ'નાં દૃશ્યોનો VIDEO

3 મહિનો પહેલા

રાજકોટમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ મંડાતાં દેખાઈ રહ્યાં છે. સતત વરસી રહેલા વરસાદે ઘણી તારાજી સર્જી છે. શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી દેખાઈ રહી છે. ઘણી જગ્યાએ વાહનો ફસાઈ ગયાં છે. તો કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘર હોય કે રસ્તા, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ રાજકોટની સ્થિતિ જોવા ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ.

અન્ય સમાચારો પણ છે...