તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Vehicles Of Non payers Of RTO Tax Will Be Confiscated, Notice To More Than 4 Thousand Vehicle Owners, Tax Pending Before The Year 2017

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેકિંગ શરૂ કરાયું:RTOનો ટેક્સ નહીં ચૂકવનારના વાહનો જપ્ત થશે, 4 હજારથી વધુ વાહનમાલિકોને નોટિસ, વર્ષ 2017 પહેલાનો ટેક્સ બાકી છે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2017 પહેલા ગુડઝ અને હેવી ગુડઝ વાહનોનો બાકી ટેક્સ વસૂલ કરવા માટે આરટીઓએ અભિયાન હાથ ધર્યું છે. જિલ્લાના કુલ 5700 હેવી વાહનો નોંધાયેલા છે. જેમાંથી 4 હજારથી વધુ વાહનોમાં ટેક્સ ચૂકવવાનો બાકી છે.તેવા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જો સમયસર વાહનચાલકો ટેક્સ નહીં ચૂકવે તો તેના વાહનો જપ્ત થશે.

ઈન્ચાર્જ આર.ટી.ઓફિસર પ્રતિક લાઠિયાએ જણાવ્યું હતું કે, જે વાહનચાલકોએ ટેક્સ નથી ચૂકવ્યો એવા લોકોને દોઢ મહિના પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ આમ છતાં તેઓને જવાબ આપ્યો નથી. આથી આ વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે હાઈ-વે પર વાહનો ચેકિંગ શરૂ કરાયું છે. 5700 વાહનો છે જેમાંથી 4000 હજાર જેટલા વાહનચાલકોએ પોતાનો ટેક્સ ભરપાઈ કર્યો નથી. 5700 વાહનોમાં કુલ 9 કરોડની વસૂલાત બાકી હતી. જે ટેક્સ ચૂકવવાનો છે તે ઓનલાઈન પણ ભરી શકાશે.

ટ્રક, બસ, હેવી વાહનોએ વર્ષ 2017 પહેલાનો ટેક્સ ચૂકવવાનો છે. બાકી ટેક્સ એકસાથે ભરપાઇ કરી શકે તે માટે તેઓ લાઈફ ટાઇમ યોજનાનો લાભ લઇ શકે છે. આ સિવાય જેને હપ્તે હપ્તે ચૂકવવાનો છે તે રિકરિંગ યોજના હેઠળ ચૂકવી શકે છે. ટેક્સ ઓનલાઇન ચૂકવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પહેલા પણ ટેક્સ વસૂલાત માટેની ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં જે વાહનચાલકોએ ટેક્સ નથી ચૂકવ્યો એ વાહનચાલકોએ અમને ખબર હતી નહીં, પરિસ્થિતિ નબળી છે, કોરોના થઈ ગયો હોવાથી ટેક્સ ભરી નથી શક્યા તેવા બહાના આપ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો