બેઠક:ડાયવર્ઝન પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો અને લારી ગલ્લાઓ હટાવાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસીપીની અધ્યક્ષતામાં બેઠક મળી

રાજકોટમાં સેફ્ટી કાઉન્સિલની બેઠક બુધવારે ડીસીપી ઝોન-1 બલરામ મીણાની અધ્યાક્ષતામાં મળી હતી, જેમાં ડીસીપીએ રાજકોટ શહેરમાં પુલના બાંધકામ તેમજ રાજકોટ-અમદાવાદ સિક્સલેન રોડ અને માધાપર ચોકડી પાસે નિર્માણ પામી રહેલા ફ્લાયઓવર બ્રિજના કારણે ટ્રાફિક નિયમન અને ડાયવર્ઝનની સમીક્ષા કરી સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન સાથે કામગીરી નિયત સમયમાં પૂરી કરવા સૂચના આપી હતી.

ડીસીપી મીણાએ કહ્યું હતું કે, શહેરમાં ચાલી રહેલા પુલ અને રસ્તાઓના કામને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે તે ડાયવર્ઝન નજીક આડેધડ રીતે પાર્ક કરાયેલા વાહનો અને લારી ગલ્લાને કારણે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનતી હોવાને કારણે આવા દબાણ હટાવવા માટે દબાણ હટાવ શાખા અને પોલીસ દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમજ રોડ પર જરૂરી મરામત વહેલી તકે પૂરી કરવા પણ તેમણે તાકીદ કરી હતી.

બેઠકમાં મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વાર નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફ્ટી સંબંધિત સાઇન બોર્ડ તેમજ ડાયવર્ઝનની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ડીસીપી મીણાએ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ શહેરમાં આકાર પામી રહેલા વિવિધ બ્રિજ તથા ડાયવર્ઝન આસપાસ ટ્રાફિક સંલગ્ન સિગ્નલ નિયમન, રોડ પર પાર્કિંગ ઝોન ડિમાર્કેશન લાઇન, વિવિધ સાઇન બોર્ડ લગાવવા સહિતના મુદ્દે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...