તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંચા ભાવ વસૂલાત:યાર્ડમાં રૂ.1ના કિલો વેચાતા શાકભાજી બજારમાં 10 ગણા ભાવે વેચાય છે !

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓએ આવક ઓછી કરી નાખી

વરસાદ ખેંચાવાને કારણે શાકભાજીના વાવેતરમાં થતો બગાડ અટક્યો છે.પરિણામે યાર્ડમાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યા છે. હાલમાં શાકભાજીની જરૂરિયાત કરતા તેની આવક ડબલ છે. આ સંજોગોમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, તો બીજી તરફ છૂટક માર્કેટમાં લોકો પાસેથી ઊંચા ભાવ વસૂલાય છે. જે શાકભાજી યાર્ડમાં રૂ. 50 પૈસાથી લઇને રૂ.1 કિલો લેખે વેચાય છે.

તે મરચાં, દૂધી, કારેલા વગેરે છૂટક માર્કેટમાં રૂ.10 થી લઇને રૂ. 20 સુધી વેચાય છે. પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતો પોતાનો માલ ફેંકીને ચાલ્યા જાય છે, તો બીજી તરફ દલાલ, વેપારીઓએ પણ આવક ઓછી કરી નાખી છે. એક બાજુ આવક વધારે છે. સામે ડિમાન્ડ નહિ હોવાને કારણે શાકભાજી વધી પડે છે. શ્રાવણ માસને કારણે સૌથી વધુ આવક અને વપરાશ બટેટાનો થઈ રહ્યો છે.

યાર્ડમાં શાકભાજીનો ભાવ, છૂટક માર્કેટમાં ભાવ
શાકભાજીયાર્ડમાં ભાવછૂટક માર્કેટમાં ભાવ
ગુવારરૂ. 10રૂ. 20 થી 25
કારેલા50 પૈસાથી રૂ.1રૂ. 20
કાકડીરૂ. 10રૂ. 15 થી 20
ચોળીરૂ. 10 થી 12રૂ. 20 થી 30
ફ્લાવરરૂ. 15 થી 20રૂ. 30 થી 40
ગલકારૂ. 3 થી 5રૂ. 20 થી 25
કોબીજરૂ. 5રૂ. 15 થી 20
અન્ય સમાચારો પણ છે...