છેલ્લા કેટલાક દિવસથી સવારે-સાંજે ઠંડી અને દિવસમાં ગરમીનો અનુભવ થાય છે. જેની અસર શાકભાજીની આવક અને તેના ભાવ પર જોવા મળી રહી છે. શાકભાજીના ભાવમાં પણ તેજી મંદી છે. ગુવાર, ભીંડો મોંઘા છે, તો ટમેટાં, કોબીજ, બીટ સહિતના શાકભાજી સસ્તા છે. હાલ લગ્ન સિઝન હોવાને કારણે શાકભાજીની ડિમાન્ડ વધારે છે. તેમજ કેટલાક શાકભાજી ગુજરાત બહાર મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે યાર્ડના ઈન્સ્પેક્ટર કાનાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે તુવેર સહિતના કેટલાક શાકભાજી કડી, કલોલ, નડિયાદ, ખેડા, વડોદરા સહિતના શહેરોમાં મોકલવામાં આવે છે. અત્યારે કોથમરી, ટમેટાં, ગાજર, બીટની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળે છે.
યાર્ડમાં શાકભાજી સસ્તા ભાવે વેચાતા છે. જ્યારે રિટેઇલમાં તેનો ભાવ ત્રણથી ચાર ગણો વસૂલાય છે. ત્યારે લોકો સીધા યાર્ડમાં ખરીદી માટે પહોંચે છે અને જથ્થાબંધ શાકભાજીની ખરીદી કરે છે. માર્ચ માસના અંતથી શાકભાજીની આવકમાં ગરમીને કારણે ઘટાડો થાય તેવી સંભાવના સેવાઇ રહી છે. અત્યારે તમામ પ્રકારના શાકભાજી આવી રહ્યા છે. જોકે હવે ઠંડી ઘટી હોવાને કારણે બેડી યાર્ડમાં અનાજ અને જૂના યાર્ડમાં શાકભાજીની આવક વધી છે.
મરચાંની આવક સ્વીકારવામાં આવી
શુક્રવારના રોજ બેડી યાર્ડમાં સૂકા મરચાંની આવક બંધ કરવામાં આવી હતી. આ આવક સોમવારે સ્વીકારવામાં આવી હતી. રાત્રે 8.00થી આજે મંગળવારે સવારે 8.00 કલાક સુધી સૂકા મરચાંની આવક સ્વીકારવામાં આવશે. ત્યારબાદ હરાજી કરાશે. આ સિવાય સોમવારે કપાસની આવક 3500 ક્વિન્ટલ થઈ હતી અને એક મણનો ભાવ રૂ.1580થી 1668 સુધી બોલાયો હતો. જ્યારે ઝીણી મગફળીમાં 1400 ક્વિન્ટલ, જાડી મગફળીમાં 1300 ક્વિન્ટલ આવક થઇ હતી.
યાર્ડમાં શાકભાજીનો ભાવ અને આવક
શાકભાજી | આવક | ભાવ |
લીંબુ | 415 | 50 |
બટેટા | 3200 | 7.00 થી 10.00 |
ડુંગળી સૂકી | 3700 | 5.00 થી 10.00 |
કોથમરી | 180 | 10.00 થી 20.00 |
મુળા | 94 | 5.00 થી 10.00 |
કોબીજ | 535 | 2.00 થી 5.00 |
કારેલા | 120 | 20.00 થી 40.00 |
આદુ | 160 | 40.00 થી 60.00 |
(નોંધ : આવક ક્વિન્ટલમાં છે અને ભાવ કિલોમાં છે) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.