ફૂડના 6 નમૂના ફેલ:રાજકોટમાં મવડી મેઇન રોડ પર ધ્રુવ મીઠાસ ઘીના ભેસના શુદ્ધ ઘીમાંથી વેજીટેબલ ફેટ મળતા સબસ્ટાન્ડર્ડ જાહેર

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની 18 દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું. - Divya Bhaskar
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની 18 દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું.
  • તીન એકા બ્રાન્ડ સોયાબીન ઓઇલમાં આયોડીન વેલ્યૂ ઓછી અને એસિડ વેલ્યૂ વધુ

રાજકોટ મનપાના ફૂડ વિભાગે મવડી મેઇન રોડ પર ધુવ મીઠાસ ઘીમાંથી લેવાયેલ ભેસનું માખણનું ઘીના નમૂનામાં રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નમૂનો આપનાર પ્રતિકભાઈ પ્રદીપભાઇ પટેલને રૂ.50,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. મંગળા રોડ પર આવેલ પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસમાંથી લેવાયેલ ભેસનું શુદ્ધ ઘીના નમૂનાના રિપોર્ટમાં તલીનું ઓઈલ અને ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નમુનો આપનાર મહેન્દ્રભાઇ જમનાદાસ પોપટને રૂ.10,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

માલિક અને ઉત્પાદકને 50 હજારનો દંડ
મનહર પ્લોટ શેરી. 7માં આવેલા ગુરુનાનક અનાજ ભંડારમાંથી મમતા પ્રોટીન્સ, ભોજપરા ગોંડલ દ્વારા ઉત્પાદન કરેલ તીન એકા બ્રાન્ડ સોયાબીન ઓઇલનો નમૂનો લીધો હતો. જેના રિપોર્ટમાં આયોડિન વેલ્યૂ ઓછી તથા એસિડ વેલ્યૂ વધુ હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર મોહનદાસ ચેતનદાસ આઇનાણીને રૂ.50,000 તથા ઉત્પાદક પેઢીના માલિક પવનભાઇ જિતેન્દ્રભાઈ સોનપાલને રૂ.50,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

વોલ્ગા ઘી ડેપોનું ભેસનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર
આ ઉપરાંત રૈયારોડ પર આવેલા પટેલ બોટલિંગમાંથી ઓન્લી સ્માઇલ મેંગો સ્વીટનેડ ટ્રીટ્ડ બેવરેઝનો નમૂના લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સનું પ્રમાણ વધુ તથા લેબલ પર ફૂડ એડીટીવ્ઝની વિગતો દર્શાવેલ ન હોવાથી સબસ્ટાન્ડર્ડ તથા મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગેના કેસમાં નમૂનો આપનાર પેઢીના માલિક મનોજભાઇ બળવંતરાય ત્રિવેદીને રૂ.25,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. શહેરના બોમ્બે આર્યનની બાજુમાં આવેલ વોલ્ગા ઘી ડેપોમાંથી લેવાયેલ ભેસનું શુદ્ધ ઘીના નમૂનાના રિપોર્ટમાં તીલ ઓઈલ અને ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નમૂનો આપનાર કેવલ જયપ્રકાશભાઈ ચંદ્રાણીને રૂ10 હજારનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

જ્યોતિનગરમાં ખાણીપીણીની 18 દુકાનોમાં ચેકિંગ કરાયું
ફૂડ વિભાગ દ્વારા 10મેના રોજ શહેરના જ્યોતિનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 18 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ચકાસણી દરમિયાન કુલ 6 કિલો વપરાશમાં લેવાતા દાઝ્યા તેલનો નાશ કરવામાં આવ્યો હતો તથા 4 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ અંગે નોટિસ આપી હતી. આ ઉપરાંત રૈયા રોડ પર જલારામ રેસ્ટોરન્ટમાંથી વટાણા-બટાટાના શાકનો, પેડક રોડ પર આવેલ સાગર શરબતવાલા એન્ડ આઇસ્ક્રિમમાંથી રાજસ્થાની આઇસ્ક્રિમનો અને પેડક રોડ પર આવેલા શક્તિ કોઠી આઇસ્ક્રિમમાંથી માવા-બદામ આઇસ્ક્રિમનો નમૂનો લેવામાં આવ્યો હતો.