તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધોરાજીમાં આજે વેગડી ગામ સજ્જડ બંધ,પ્રદૂષણથી પાક નિષ્ફળ જતા ગ્રામજનોએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને તપાસ કરવા આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજીએક મહિનો પહેલા
પ્રદુષણને કારણે અમારો પાક બળી ગયો છે : મૃતક ખેડૂતની પત્ની
  • પાક નિષ્ફળ જતા 4 દિવસ પહેલા ખેડૂતે આપઘાત કર્યો હતો
  • હવે પરિવારમાં કોઈ જ કમાવવા વાળું રહ્યું જ નથી : મૃતક ખેડૂતની પત્નીનો વલોપાત

ધોરાજી તાલુકાના વેગડી ગામમાં આજથી 4 દિવસ પહેલા ખેડૂત ભનુભાઈ જોરીયાએ લીમડાના વૃક્ષ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પરિવારે આક્ષેપ કર્યો હતો કે પ્રદૂષણના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કરી લીધો. આ મુદ્દે આજે સમસ્ત વેગડી ગામ બંધ રાખીને તમામ ગ્રામજનો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી કૃષ્ણકુમાર વાઘેલા પાસે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને તેમની સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો.

મૃતકની ફાઈલ તસ્વીર
મૃતકની ફાઈલ તસ્વીર
મૃતક ખેડૂતની પત્ની
મૃતક ખેડૂતની પત્ની

હવે પરિવારમાં કોઈ જ કમાવવા વાળું રહ્યું જ નથી : મૃતક ખેડૂતની પત્નીનો વલોપાત
આવેદનપત્ર પાઠવતી વેળાએ મૃતક ભનુભાઈ જોરીયાના પત્ની કંચનબેને જણાવ્યું હતું કે, પ્રદુષણને કારણે અમારો પાક બળી ગયો છે. મારા પતિ સતત પાક બળી ગયો હોવાનું જ રટણ કરતા હતા. હવે પરિવારમાં કોઈ જ કમાવવા વાળું રહ્યું જ નથી. તેમની સાથે ખેતરના પાડોશીએ નિવેદન આપ્યું હતું કે, 250 વિધા જેટલી જમીનમાં પ્રદુષણ ફેલાયું છે. અમે બે વર્ષ પહેલાં રજૂઆત કરી હતી છતાં કોઈ પગલાં લેવાયા નથી. જેને કારણે ભનુભાઈએ આપઘાત કર્યો છે. હવે જો પ્રદુષણ નહિ અટકે તો હજુ પણ ખેડૂતોની ખરાબ સ્થિતિ થશે.

પ્રદુષણને કારણે અમારો પાક બળી ગયો છે : મૃતક ખેડૂતની પત્ની
પ્રદુષણને કારણે અમારો પાક બળી ગયો છે : મૃતક ખેડૂતની પત્ની
પ્રદુષણ નહિ અટકે તો હજુ પણ ખેડૂતોની ખરાબ સ્થિતિ થશે : મૃતક ખેડૂતના પાડોશી
પ્રદુષણ નહિ અટકે તો હજુ પણ ખેડૂતોની ખરાબ સ્થિતિ થશે : મૃતક ખેડૂતના પાડોશી

ઔદ્યોગિક વસાહતના પ્રદુષણ મુદ્દે રજૂઆત
આ અંગે વેગડીના ગ્રામજન પુનાભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં ખેડૂતો નિરાધાર થઈ રહ્યા છે અને પરોક્ષ રીતે તેમાં ઔદ્યોગિક પ્રદુષણથી ખેતીને થતા નુકશાનની સમસ્યા જવાબદાર છે. પ્રદુષણથી કૃષિ પાકને અનેક સ્થળે નુક્શાન થઈ રહ્યું છે. ઔદ્યોગિક વસાહતના પ્રદુષણ મુદ્દે રજૂઆત કરવા છતાં પગલા લેવાયા નથી, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મુકબધિરની ભૂમિકામાં છે જે મુદ્દે હવે ખેડૂતના આપઘાતથી અમે આજે આંદોલન કરવા બેઠા છીએ.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી કૃષ્ણકુમાર વાઘેલા
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી કૃષ્ણકુમાર વાઘેલા

પ્રદુષણ ફેલાતું જણાશે તો કડક કાર્યવાહી થશે
જયારે ગ્રામજનોએ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી કૃષ્ણકુમાર વાઘેલાને આવેદન પત્ર પાઠવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ આવેદનને હું સ્વીકારું છું. અને તમને બાહેંધરી આપું છું કે પ્રદુષણ ફેલાવતા એકમોમાં ચેકીંગ કરવામાં આવશે. જો પ્રદુષણ ફેલાતું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

(ભરત બગડા, ધોરાજી)

અન્ય સમાચારો પણ છે...