સરકારની યોજનાઓ ગામડાંઓ સુધી પહોંચાડવામાં જેની મહત્ત્વની ભૂમિકા છે તેવા વિલેજ કમ્પ્યૂટર ઓપરેટર (વીસીઇ) તેની 16 વર્ષ અગાઉની માગણીઓ ન સંતોષાતા તેમજ સરકાર માત્ર ખાતરીઓ જ આપી રહી હોવાના આક્ષેપ સાથે રાજકોટના 550 સહિત રાજ્યના 11,000થી વધુ વીસીઇ ઓપરેટર્સે આવતીકાલ તા.11મીથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે. બીજી તરફ ગામડે ખેડૂતોની વહીવટી કામગીરી ન ખોરવાઇ તે માટે વિકાસ કમિશનરને ત્વરિત વૈકલ્પિક ધોરણે તલાટીઓને ઇ-ગ્રામ સેન્ટરનો હવાલો લઇ લેવાની જવાબદારી સોંપી છે.
ગુજરાત રાજ્ય ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રી પંકજ પરમારે જણાવ્યું હતું કે,‘રાજ્યમાં 11,000થી પણ વધુ વીસીઇ ગ્રામપંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે. અમારી માગણી એ છે કે, સરકાર મામૂલી કમિશન ચૂકવે છે, તે પણ અનિયમિત મળે છે. અમને નિયત પગાર ધોરણ પર લેવામાં આવે, જોબ સિક્યોરિટી અને સરકારી લાભો મળવા જોઇએ. બે વર્ષ પહેલા અમે આંદોલન કર્યું હતું ત્યારે સરકારે ખાતરી આપી હતી, તેમ છતાં હજુ પ્રશ્નો ઉકેલાયા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.