રજૂઆત:વીસીઈને જૂનું વેતન ચૂકવાયું નથી, ત્યાં આયુષ્માન કાર્ડનું કામ સોંપાયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજનાઓ પહોંચાડવામાં જેનો રોલ હોય તેવા ઓપરેટર્સ ખફા
  • વીસીઇ મંડળની અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે રજૂઆત

સરકાર એક તરફ પાયાની યોજનાઓ ગામડાઓમાં સારી રીતે પહોંચી શકે, તે માટે લાખો કરોડોનો ખર્ચ કરી કાર્યક્રમો-આયોજનો કરે છે, ત્યારે જ બીજી તરફ આવી પાયાની યોજના ગ્રામજનો સુધી પહોંચાડવામાં જેનો સૌથી મહત્ત્વનો ફાળો હોય છે તેવી વિલેજ કમ્પ્યૂટર સાહસિક (વીસીઇ)ને અગાઉનું ચણા-મગફળીના રજિસ્ટ્રેશનનું મામૂલી વેતન ચૂકવાયું નથી ત્યાં જ હાલમાં PMJAYની નવી કામગીરી સોંપાતા કચવાટની લાગણી પ્રસરી જવા પામી છે!

રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં હજારો વીસીઇ કાર્યરત છે. જેનું કામ ગ્રામપંચાયત સંલગ્ન કામગીરી અંતર્ગત ગ્રામજનોને અલગ અલગ દાખલા કાઢી આપવા, ટેકા હેઠળની ખરીદી અંગે રજિસ્ટ્રેશન કરી આપવું, સરકારની યોજનાઓનો લાભ અપાવવાનું હોય છે.

હાલ તેઓને કોઇ ફિક્સ પગાર આપવામાં આવતો નથી, સરકારી કર્મચારી ગણવામાં આવતા નથી. માત્ર કમિશન રૂપે મામૂલી વળતર ચૂકવવામાં આવતું હોય છે, તે પણ છેલ્લા બે વર્ષથી મગફળી અને ચણા સંલગ્ન પેમેન્ટો ચૂકવવાના બાકી છે.આ બાબતે અનેક વખત રજૂઆતો પણ થઇ ચૂકી છે. અગાઉ રાજ્યસ્તર આંદોલન વખતે પ્રશ્નો ઉકેલાઇ જશેની ખાતરી આપવામાં આવી હતી.

આ અંગે આરોગ્ય કમિશનરને થયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામપંચાયત ખાતેથી ઇ-ગ્રામ સેન્ટર મારફત પીએમજેએવાય યોજના માટે આવકના દાખલા કાઢી અપલોડ કરવાની જે સૂચના વીસીઇને અપાઇ હતી તેની સામે કોઇ પ્રકારનું મહેનતાણું નક્કી કરાયું નથી. આ બાબતે વીસીઈમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...