રાજ્યપાલને કરી ફરિયાદ:VCએ સિન્ડિકેટ ન બોલાવી સ્ટેચ્યુટનો ભંગ કર્યાનો આક્ષેપ,

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ સિન્ડિકેટ સભ્યોએ રજિસ્ટ્રારને લેખિત આપી તાકીદે સિન્ડિકેટ બોલાવવા માગણી કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુટ 81 મુજબ સિન્ડિકેટ સભ્યોની દર મહિને બેઠક મળવી જોઈએ પરંતુ છેલ્લે ફેબ્રુઆરીમાં બેઠક મળ્યા બાદ માર્ચ મહિનાની બેઠક કુલપતિએ બોલાવી નથી. તેથી તાત્કાલિક સિન્ડિકેટની બેઠક બોલાવવા માટે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો ડૉ. ભાવિન કોઠારી, ડૉ. નેહલ શુક્લ, ડૉ. ભરત રામાનુજ, ડૉ. મહેશ ચૌહાણ, ડૉ. રાજેશ કાલરિયાએ કુલસચિવને કાગળ લખીને માગણી કરી છે.

રજિસ્ટ્રારને લખેલા પત્રમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક છેલ્લે તારીખ 3 ફેબ્રુઆરીના રોજ મળી હતી ત્યાર પછી તારીખ 6 ફેબ્રુઆરીના રોજ કુલપતિએ ચાર્જ સંભાળ્યો. આમ છતાં સ્ટેચ્યુટ 81 પ્રમાણે માર્ચ મહિનાની સિન્ડિકેટની બેઠક બોલાવી નથી તેથી રજિસ્ટ્રારનું ધ્યાન દોર્યું હતું અને તાત્કાલિક સિન્ડિકેટની મિટિંગ જાહેર કરવા જણાવ્યું છે. યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી પણ નિર્ધારિત સમયમાં નહીં યોજાતા કુલપતિ સહિત 7 સિન્ડિકેટ સભ્યોનું પદ જતું રહેશે. સેનેટની ચૂંટણી યોજવા મુદ્દે રાજ્યપાલને પણ સિન્ડીકેટ સભ્યોએ ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...