તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વેટના રિફંડ અટવાયા, જવાબ મળે છે ‘અરજી અમદાવાદ મોકલી છે’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે કિસ્સામાં રૂ.1 લાખથી ઓછી રિફંડની રકમ હોય તેવા કિસ્સામાં ટાસ્ક ઓપન નહિ કરવાની સૂચના હોવા છતાં ટાસ્ક જનરેટ કરાયા

વેટ વિભાગમાં ચૂકવવાના થતા રિફંડના હેતુસર ફેર આકારણી માટે હાલ કામગીરી ચાલુ છે. આ માટે આકારણીના ટાસ્ક જનરેટ કરવાપાત્ર થતા કેસોની યાદી મગાવવામાં આવેલ છે. ઓટો ક્લોઝ થયેલા કેસ પૈકી જે કિસ્સામાં રૂ. 1 લાખથી ઓછી રકમ હોય તેમાં આકારણી નોટિસ પરત ખેંચી સીધું રિફંડ ચૂકવવા તથા ટાસ્ક ઓપન કરવાપાત્ર થતા ન હોવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે. આ સૂચનાને વેટ વિભાગ ઘોળીને પી ગયું છે.

સ્પષ્ટ મનાઇ હોવા છતાં વેટ વિભાગે વેપારીઓને ટાસ્ક જનરેટ કરવા અરજી કરવા માટેની સૂચના આપવામાં આવે છે. જે વેપારીઓએ ટાસ્ક જનરેશન એપ્લિકેશન આપી દીધી હોવા છતાં તેઓના ટાસ્ક જનરેટ થયા નથી. જો તે આ બાબતે તપાસ કરવામાં આવે તો તેઓને જવાબ મળે છે કે તમારી અરજી અમદાવાદ ગઈ છે. ટાસ્ક જનરેશનની મુશ્કેલીને કારણે અનેક વેપારીઓના રિફંડ અટવાયેલા પડ્યા છે. અને વેપારીઓને નાછૂટકે નાણાકીય ભીડનો સામનો કરવો પડી રહ્યો છે.

વેટ વિભાગના મનસ્વી નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યાનુસાર વેટના આકારણીના ટાસ્ક જનરેટ કરવા બાબત તથા રિફંડ માગણીના કિસ્સામાં કરવા પાત્ર થતી કાર્યવાહીની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે.

વેટ વિભાગના અણઘડ આદેશ અને વહીવટ સામે વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યાનુસાર અમુક વેપારીઓના ઓટો ક્લોઝ ટાસ્ક પૈકી જે કિસ્સામાં રિફંડની રકમ રૂ. 1 લાખથી ઓછી હોય તેવા કિસ્સા માટે 30 જૂન 2020 અન્વયેના જાહેરનામા ક્રમાંક 23-2020માં સૂચના આપવામાં આવી છે કે, આકારણી નોટિસ પરત ખેંચી સીધું રિફંડ ચૂકવવાનું હોય તેવા ટાસ્ક ઓપરેટ કરવાના થતા નથી. આવા અમુક વેપારીઓએ રિફંડ અંગેની અરજી કરેલ હોવા છતાં આજ દિન સુધી તેઓને રિફંડ ચૂકવાયું નથી.જેથી અનેક વેપારીઓ નાણાકીય ભીડનો સામનો કરી રહ્યા છે.

જે રીતે વેટની બાકી ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે તેની કામગીરી સામે કરદાતાઓમાં પણ કચવાટ ફેલાયો છે અને કેટલાક કિસ્સામાં એવું પણ બન્યું છે કે, કેસનો નિકાલ થઈ ગયો હોવા છતાં તેમને નોટિસ આપવામાં આવી છે. બીજી બાજુ જેમને નોટિસ મળી છે તે પૈકી કેટલાક વેપારી અને કરદાતાએ લોકડાઉનને કારણે પોતાના વેપાર ઉદ્યોગ બંધ હતા અને હાલ તે ટેક્સ ભરવા માટે અસમર્થ છે તેમ જણાવી પોતાની મજબૂરી બતાવી અને રાહત આપવામાં આવે અથવા તો મુદત વધારી દેવામાં આવે તેવી માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...