ભાસ્કર વિશેષ:ટેક્સ ભર્યાના પુરાવા વેટ ડિપાર્ટમેન્ટ પાસે નથી, રૂપિયા ભર્યાના ચલણ રજૂ કરવા કરદાતાને આદેશ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1000 રૂપિયાનો ટેક્સ ભર્યાનો પુરાવો આપવા માટે જૂની ફાઈલો ફંફોળવી પડે છે

વેટની જૂની આકારણી પૂરી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ માટે કરદાતાઓને નોટિસ મોકલીને સમયસર ટેક્સ ભરી દેવા માટે તાકીદ કરવામાં આવે છે. જેમને નોટિસ મળી છે.તેમાંથી કેટલાક લોકોએ ટેક્સ તો ભરી દીધો છે. આ ટેક્સ ભર્યાનો પુરાવો ડિપાર્ટમેન્ટ પાસે નહિ હોવાથી તેના ચલણ કરદાતાઓને રજૂ કરવા માટે આદેશ કરવામાં આવે છે. આ ચલણ રજૂ કરવા માટે કરદાતાઓને ચાર વર્ષ જૂની ફાઈલ ફંફોળવી પડે છે.

વેટ વિભાગના આ નિર્ણય સામે કરદાતાઓમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. કરદાતા અને ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યાનુસાર જે તે સમયે ચલણ રજૂ કર્યા હોવા છતાં બીજી વખત રજૂ કરવા પડી રહ્યા છે. રજૂ કરેલા ચલણ જે- તે સમયે વિભાગે અપલોડ કર્યા નથી. આથી તેની પાસે પુરાવો નહિ રહેતા ચલણ કરદાતાઓ પાસેથી માગવામાં આવે છે. આ ચલણ શોધવા માટે કલાકો અને ક્યારેક તો દિવસો નીકળી જાય છે.

એક બાજુ જીએસટીના રિટર્ન ભરવામાં મુશ્કેલી પડે છે. જો તે મુદ્ત ચૂકી જઈએ તો તેની પેનલ્ટી ભરવી પડે છે. બીજી તરફ વેટના જૂના ચલણ શોધવા પડે છે. આમ,બન્નેમાં સમયનો વેડફાટ થાય છે. હાલ વેટમાં 2016-2017, 2017-2018 ના વર્ષથી જૂની વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે.

નવા અરજદારોના ધંધાકીય સ્થળ અને રહેણાકનું એક શહેર ન હોય તો તે અરજી રિજેક્ટ થાય છે
ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે નવા અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરજદારોના જણાવ્યાનુસાર રાજકોટ શહેર બહાર રહેતા કોઈ વ્યક્તિને પોતાનો નવો વ્યવસાય રાજકોટમાં શરૂ કરવો હોય તો તેના ઘરનું એડ્રેસ અને ધંધાકીય સ્થળ બન્ને જોવામાં આવે છે. જો બન્ને એક જ શહેરના હોય તો વિભાગ અરજદારને તમે રાજકોટમાં રહેતા નથી તો ધંધો કેવી રીતે કરશો તેમ કહીને તેની અરજી રદ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...