તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ વિના મુસીબત:વાવણીના વધામણા બાદ વરુણદેવનો વિરામ, ખેડૂતોએ વાવેલા બિયારણ નિષ્ફળ જવાની ભીતિ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વાવણી તો થઈ ગઈ છે, પરંતુ વાવણી બાદ વરુણદેવે વિરામ લેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. હાલ બિયારણને જમીનમાંથી બહાર આવવા માટે વરસાદની તાતી જરૂર છે. ત્યારે જો એક-બે દિવસમાં વરસાદ ન વરસે તો ખેડૂતો માટે સંકટનાં વાદળો ઘેરા બની શકે છે.

રાજકોટ જિલ્લામાં 70 ટકા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીકાર્ય પૂર્ણ કર્યું છે. જોકે વાવણી બાદ આકરા ઉનાળા જેવો તડકો નીકળતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. બિયારણને જમીનમાંથી બહાર આવવા માટે વરસાદની ખાસ જરૂર છે. તેવા સમયે જ મેઘરાજાએ મહેર ન વરસાવતાં ખેડૂતોએ વાવેલ બિયારણ નિષ્ફળ જવાની ભીતિ છે. ગોંડલ, જેતપુર અને અમરેલી પંથકના કેટલાક વિસ્તારોમાં તો વરસાદના અભાવે કપાસિયાના સુરસુરિયા પણ થઈ ગયા છે. બીજી તરફ મગફળીમાં પણ વરસાદની ખેંચ જોવા મળી રહી છે. ત્યારે હજુ પણ જો વરસાદ ખેંચાશે તો અનેક ખેડૂતોની મહેનત પાણીના અભાવે પાણીમાં જાય તેમ છે.

કેટલાક વિસ્તારમાં કપાસિયા ફેલ થયા
ખેડૂત દિવ્યેશભાઈ ભૂત જણાવે છે કે, વાવાઝોડાના નુકસાનમાંથી હજુ બહાર નથી આવ્યાં ત્યાં વધુ એક મુસીબત આવી છે. વાવણી થતાં મોંઘા ભાવનું ખાતર અને બિયારણ તો વાવી દીધું હતું, પરંતુ વાવણી થયાને 6 દિવસ બાદ પણ વરસાદ ન થતાં કપાસિયા ફેલ થઈ ગયા છે. જે ખેતરમાં કપાસ ઉગ્યો છે તેમાં પણ વરસાદની જરૂર છે. મગફળી પણ વરસાદ ન વરસે તો ઉગી શકે તેમ નથી. આ સ્થિતિ વચ્ચે વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોને ફેર વાવણી કરવાનો વારો આવશે.

અન્ય સમાચારો પણ છે...